નવી દિલ્હીઃ ભારતીય સેનાના પ્રમુખ તરીકે LG મનોજ પાંડેએ આજે પોતાના નવો કાર્યભાર સંભાળી લીધો છે. LG મનોજ પાંડેએ એમએમ નરવણેની જગ્યા લીધી છે, આ સાથે જ તે દેશના 29માં ભૂમિ દાળના સેના પ્રમુખ બની ગયા છે. લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડેએ આજે સેના પ્રમુખનુ પદ અને કાર્યભાર સંભાળી લીધો છે, કેમ કે લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડે આ પદ માટે સૌથી ઉચિત અને ઉપયુક્ત ક્રમમાં આવતા હતા


દેશના ઇતિહાસમાં પહેલીવાર એવુ બન્યુ છે, કે સેનાની એન્જિનીયર કૉરના કોઇ અધિકારીએ સેના પ્રમુખની કમાન સંભાળી છે. આ પહેલા 28 વાર ભૂમિદળ, તોપખાના અને બખ્તરબંદ રેજિમેન્ટના અધિકારીઓ જ 13 લાખ કર્મીઓ વાળી સેનાના પ્રમુખ બનતા રહ્યાં છે. લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડે આ વર્ષે પહેલી ફેબ્રુઆરીએ ભૂમિ દળના ઉપ પ્રમુખ બન્યા પહેલા તે સેનાના પૂર્વીય કમાનનુ નેતૃત્વ કરી રહ્યાં હતા. આ કમાન પર સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સેક્ટરોમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની રક્ષાની જવાબદારી છે. LG મનોજ પાંડેને 'ઓપરેશન પરાક્રમ'માં પણ કામ કરવાનો અનુભવ છે. ખાસ વાત છે કે 18 એપ્રિલે જ તેઓને સેના પ્રમુખ બનાવવા અંગેની જાહેરાત કરાઇ હતી. આજે એટલે કે 30 એપ્રિલે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે રિટાયર થયા છે, હવે તેમની જગ્યાએ દેશની સુરક્ષાની જવાબદારી એલજી મનોજ પાંડેના માથે આવી છે. 






મનોજ પાંડે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ડિસેમ્બર 1982 માં કૉર ઓફ એન્જિનિયર્સ (ધ બોમ્બે સેપર્સ) માં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે પોતાની શાનદાર કારકિર્દીમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દા પર સેવા આપી હતી અને ઘણા વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં પણ ભાગ લીધો હતો.


તેમની પાસે J&Kમાં 'ઓપરેશન પરાક્રમ' દરમિયાન નિયંત્રણ રેખા પર એન્જિનિયર રેજિમેન્ટની કમાન્ડ સંભાળવાનો પણ અનુભવ છે. આ સાથે, તેઓ પશ્ચિમ લદ્દાખના ઉચ્ચ પ્રદેશોમાં પર્વતીય વિભાગ અને પૂર્વોત્તરમાં એક કૉરની પણ કમાન સંભાળી ચૂક્યાં છે. માત્ર એટલું જ નહીં, તેઓએ ઇથોપિયા અને ઇરિટ્રિયામાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં ચીફ એન્જિનિયર તરીકે પણ કામ કર્યું છે. પાંડેએ આર્મી હેડક્વાર્ટર ખાતે ડિરેક્ટોરેટ ઓફ મિલિટરી ઓપરેશન્સમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ અને હેડક્વાર્ટર સધર્ન કમાન્ડમાં ચીફ ઑફ સ્ટાફ તરીકે પણ સેવા આપી છે.


આ પણ વાંચો......... 


શું તમે ક્યારેય જોયું છે વાદળી રંગનું આધાર કાર્ડ? જાણો કોના માટે છે જરૂરી છે


પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો


મોટી કાર્યવાહી : ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું


ગુજરાત સ્થાપના દિવસ : અમદાવાદ હેરિટેજ સિટી વિશે જાણો ખાસ વાતો


TCS, Infosys આ નાણાકીય વર્ષમાં 90,000 થી વધુની ભરતી કરશે