ગોપાલગંજઃ બિહારના ગોપાલગંજ જિલ્લાના જાદોપુર વિસ્તારમાં એક વ્યક્તિને પત્ની હોવા છતા સાળી સાથે પ્રેમ સંબંધ બંધાઇ ગયો, અને વારંવાર શારીરિક પણ બંધાયા હતા, બાદમાં તે યુવકે તેની સાથે લગ્ન કરી લીધા અને અંતે તેને આ લગ્ન મોંઘો પડ્યા હોવાની વાત સામે આવી છે. માહિતી પ્રમાણે તે વ્યક્તિને તે લગ્નની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી હતી. આ આખી ઘટના જાદોપુર વિસ્તારના એક ગામડાની છે, જ્યાં એક વ્યક્તિએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતદેહ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ છે કે મૃતક ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લાના તરયાસુજાન વિસ્તારનો રહેવાસી હતો. હાલ તે પોતાની સાસરીમાં રહેતો હતો, અહીં જ તેને આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટનાની માહિતી એવી છે કે, આ કેસમાં પોલીસ અધિકારી સંજીવ કુમારે બતાવ્યુ કે પ્રથમ દ્રષ્ટિથી પારિવારિક કંકાસમાં આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. પોલીસ આખા કેસની તપાસ કરી રહી છે. વળી બીજીબાજુ ગ્રામીણોનુ કહેવુ છે કે યુવકના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા, લગ્ન બાદ યુવક પત્નીની સાથે સાસરીમાં રહેવા લાગ્યો હતો, આ દરમિયાન તે યુવકને તેની સાળી સાથે પ્રેમ સંબંધ બંધાઇ ગયા, અને સાથે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. જીજા અને સાળી વચ્ચે એટલો બધા ગાઢ પ્રેમ સંબંધ બંધાઇ ગયો કે બન્નેએ ચાર વર્ષ પહેલા જ લગ્ન કરી લીધા હતા.

કહેવાઇ રહ્યું છે કે, બુધવારે રાત્રે બન્ને પત્નીઓ વચ્ચે કોઇ વાતને લઇને જોરદાર ઝઘડો થયો, જે પછી પતિએ તે રાત્રે એક રૂમમાં જઇને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ગ્રામીણોએ ગુરુવારે આની જાણકારી પોલીસને આપી હતી, પોલીસે મૃતદેહનો કબજામાં લઇને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસ હાલ તમામ એન્ગલથી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો--- 

Pro Kabaddi League : ગુજરાત પર ભારે પડ્યુ બંગાળ, જાયન્ટ્સને હરાવીને વૉરિઅર્સે જીતી બીજી મેચ, રાકેશ નરવાલે કર્યો કમાલ

આ 5 રાશિ પર છે શનિની દૃષ્ટી, જાણો શું રહેશે પ્રભાવ, દુષ્પ્રભાવને દૂર કરવા આ રીતે કરો આ ઉપાય

PM Kisan Yojana: આજે નહીં પરંતુ આ દિવસે ખેડૂતોને મળશે PM કિસાન સન્માન નિધિના પૈસા, જલ્દી કરો eKYC અને જાણો પ્રોસેસ

Gujarat Omicron : તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવતાં તંત્ર થયું એલર્ટ, ઓમિક્રોન સેમ્પલ લેવાયા

Omicron Cases India: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં ઓમિક્રોને ફટકારી સદી, જાણો કયા રાજ્યમાં કેટલા છે કેસ

Ola Electric Scooters: સૌથી પહેલા આ શહેરોમાં ઉપલબ્ધ હશે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો લિસ્ટમાં તમારા શહેરનું નામ છે કે નહીં?