મહંતે કહ્યુ કે, કાશી અને મથુરાને મુક્ત કરવાની માંગ ખૂબ સમયથી થઇ રહી છે. તેમણે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે અયોધ્યામાં કોર્ટનો નિર્ણય રામ મંદિરના પક્ષમાં આવશે. મુસ્લિમ પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા વકીલોના વ્યવહારમાં હતાશા સ્પષ્ટ દેખાઇ રહી હતી. ABAPના પ્રમુખે મુસલમાનોને રાષ્ટ્રહિતમાં કાશી અને મથુરા પર પોતાનો દાવો છોડવા માટે કહ્યુ છે. તેમણે કહ્યું કે, મુસ્લિમોએ આ બંન્ને સ્થળો પર ભવ્ય મંદિરોના નિર્માણ માટે સમર્થન કરવું જોઇએ.
વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ મંદિરમાં જ્ઞાનવાપી મસ્જિદ દ્ધારા આંશિક રીતે દબાણ કર્યું છે. આ સ્થાન પર મૂળ કાશી વિશ્વનાથ મંદિરને નષ્ટ કરીને ઔરંગઝેબ દ્ધારા 1669માં મસ્જિદનું નિર્માણ કર્યું હતું. આ સાથે જ મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પાસે શાહી ઇદગાહ પણ લાંબા સમયથી રડાર પર છે.