લખનઉઃ ઉત્તરપ્રદેશમાંથી એક આશ્ચર્યચકિત કરી દેનારી ઘટના સામે આવી છે, અહીં એક ખુશી પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો છે, ખરેખરમાં, યુપીના સોનભદ્રમાં વરરાજાએ ખુશીમાં ને ખુશીમાં ફાયરિંગ કરી દેતા તે ગોળી સીધી તેના મિત્રને વાગી, અને મિત્રનુ ઘટના સ્થળે જ મોત થઇ ગયુ હતુ. આ ઘટના કોઇ ફિલ્મી સ્ટાઇલમાં ઘટી હોય એવુ દ્રશ્ય લગ્ન મંડપમાં સર્જાયુ હતુ. આ ઘટનાનો વીડિયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ઘટના એવી છે કે, ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના બ્રહ્મનગરના એક વિસ્તારમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, વાયરલ થયેલા વીડિયોને લઇને પોલીસે જાણકારી આપી છે કે, વરરાજાનુ નામ મનીષ મદ્ધેશિયા છે, અને તે આર્મી જવાન છે, તે પોતાના લગ્નને લઇને એટલો ઉત્સાહિત થઇ ગયો હતો કે તેને જાન દરમિયાન પોતાની પિસ્તૉલમાંથી ફાયરિંગ કરવા લાગ્યો હતો. આમાંથી નીકળેલી ગોળી તેના જ એક દોસ્તને માથાના ભાગે વાગી, તે પણ એક આર્મી જવાન હતો, તેનુ નામ બાબુલાલ યાદવ હતુ, જેનુ ઘટના સ્થળે જ મોત થઇ ગયુ હતુ. ચોંકાવનારી વાત એ છે કે મનીષે જે પિસ્તૉલથી ફાયરિંગ કર્યુ તે પણ તેના મિત્ર આર્મી જવાન બાબુલાલની જ હતી.
વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, વરરાજા પોતાની લગ્નની જાનમાં ફાયરિંગ કરતો દેખી શકાય છે. જુઓ વીડિયો....
.--
આ પણ વાંચો...........
અમેરિકાને એક શબ્દમાં વર્ણવા જતાં ફસાયા જો બાઈડન, શું બોલ્યા કોઈને ખબર ના પડી, જુઓ વીડિયો
Corona Update: કોરોનાના કેસમાં ભારે વધારો, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા