Coronavirus Cases LIVE: કેરળમાં ઝીકા વાયરસના કેસ બાદ વીકેંડ લોકડાઉનનો કડક અમલ

ગુજરાતમાં કોરોનાના કુલ કેસ ૮,૨૪,૨૦૦ છે જ્યારે કુલ મરણાંક ૧૦,૦૭૩ છે. હાલ રાજ્યમાં ૧૧૫૧ એક્ટિવ કેસ છે .

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 11 Jul 2021 09:28 AM
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

કેરળમાં વીકેંડ લોકડાઉન

કેરળમાં ઝીકા વાયરસના કેસની સંખ્યા 15 પર પહોંચી છે. જે બાદ રાજ્યમાં  વીકેંડ લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે.  રાજ્યમાં ગઈકાલે 14087 કેસ અને 109 લોકોના મોત થયા હતા

અમદાવાદમાં આજે પણ શરૂ રહેશે રસીકરણ

અમદાવાદ શહેરમાં ત્રણ દિવસ બાદ શનિવારે ફરી રસીકરણ કામગીરી શરૃ કરવામાં આવી હતી.શનિવારે શહેરમાં કુલ ૩૧૨૩૨ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.સાત ઝોનમાં ૫૯૪ જેટલા સુપર સ્પ્રેડર્સને રસી અપાઈ હતી.રસીનો જથ્થો ઉપલબ્ધ થતા શહેરમાં આજે રવિવારે પણ વેકિસનેશનની કામગીરી કરવામાં આવશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

ગુજરાતમાં કેટલા લોકો છે ક્વોરન્ટાઈન

રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૮,૨૪,૨૦૦ છે જ્યારે કુલ મરણાંક ૧૦,૦૭૩ છે. હાલમાં ૧૧૫૧ એક્ટિવ કેસ છે જ્યારે ૮ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૫૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૨,૯૭૬ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૬૪% છે. વધુ ૫૫,૯૯૨ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૨.૪૧ કરોડ છે. હાલ રાજ્યમાં ૮૩૪૬ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસ

ગુજરાતમાં  ડાંગ-પાટણ ઉપરાંત બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, મોરબી, સુરેન્દ્રનગર, પંચમહાલ, તાપી, જુનાગઢ, કચ્છ, સાબરકાંઠા, આણંદ, ખેડામાં 10થી ઓછા એક્ટિવ છે.  અમદાવાદમાં સૌથી વધુ ૪૧૨ એક્ટિવ કેસ છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

ગુજરાતમાં શનિવારે કોરોનાના ૫૩ નવા કેસ નોંધાયા હતા જ્યારે એકપણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી. ૧૫ જિલ્લામાં કોરોનાના ૧૦થી પણ ઓછા એક્ટિવ કેસ છે. આ પૈકી ડાંગ બાદ હવે પાટણ પણ કોરોના મુક્ત જિલ્લો બની ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ-સુરતમાંથી સૌથી વધુ ૧૧, રાજકોટ-દેવભૂમિ દ્વારકામાંથી ૪, વડોદરા-ભરૃચમાંથી ૩, કચ્છ-જામનગર-મહીસાગર-મોરબી-વલસાડમાંથી ૨ જ્યારે અરવલ્લી-બનાસકાંઠા-ગીર સોમનાથ-જુનાગઢ-મહેસાણા-નવસારી-સાબરકાંઠામાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.

બ્રેકગ્રાઉન્ડ

દેશ સહિત ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ગુજરાતમાં કોરોના કાબુમાં આવી ગયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી કેસની સંખ્યા ઘટીને 50ની આસપાસ જ નોંધાઈ રહી છે. કોરોના પીક પર હતો ત્યારે રાજ્યમાં દૈનિક 14 હજાર જેટલા કેસ નોંધાતા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.