ઈન્દોરઃ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન હિન્દુ દેવતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મજાક ઉડાવી વિરૂધ્ધ કહેવાતી અણછાજતી અને અપમાનજનક ટીપ્પણી કરવા બદલ પાંચ સ્ટેન્ડ અપ કોમેડિયનની ધરપકડ કરાઈ છે. આ કોમેડિયન્,માં ગુજરાતના સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારૂકીનો પણ સમાવેશ થાય છે.  પોલીસે જણાવ્યું હતું  કે મુનાવર ફારૂક ઉપરાંત એડવિન એન્થની, પ્રખર વ્યાસ, પ્રિયમ વ્યાસ અને નલિન યાદવની ધરપકડ કરાઈ છે.


પોલીસે  જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌરના પુત્ર એકલવ્યસિંહ ગૌરની ફરિયાદના પગલે પોલીસે આ કાર્યવાહી કરી હતી. ઈન્દોરમાં એક કાફેમાં કોમેડી શો યોજાયો હતો. આ શોમાં હિન્દુ દેવતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મજાક ઉડાવી ખરાબ ટીપ્પણીઓ કરાતાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌરના પુત્ર એકલવ્યસિંહ ગૌરે આ સંબંધમાં તુકોગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે પાંચ કોમેડિયન્સ સામે ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરવાનો કેસ નોંધાયો હતો.

(મુનાવર ફારૂકી જૂનાગઢનો રહેવાસી છે)

ગુજરાતના જુનાગઢ ખાતેના રહેવાસી અને સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારૂકી ઉપરાંત ઈન્દોરના અન્ય ચાર કોમેડિયન્સ એડવિન એનૃથની, પ્રખર વ્યાસ, પ્રિયમ વ્યાસ અને નલિન યાદવ સામે ગૌરે લેખિત ફરિયાદ નોંધાવી કોમેડી શોનો વિવાદાસ્પદ વીડિયો ફૂટેજ પણ રજૂ કર્યો હતો. આ શો અટકાવી ગૌર અને તેમના સાથીઓએ કોમેડિયન મુનાવર ફારૂકી સાથે મારામારી પણ કરી હતી અને તેમને તુકોગંજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કાફેના નાના હોલમાં 100થી વધુ લોકો હાજર હોવાનો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થયું હોવાનો તેમજ શોના આયોજન માટે મંજૂરી નહીં મેળવાઈ હોવાનું પણ ફરિયાદી ગૌરે જણાવ્યું હતું.