Republic Day 2024: UPની ઝાંખીમાં જોવા મળ્યા ભગવાન રામ, ધોરડોની ઝાંખી બની આકર્ષણનું કેન્દ્ર
India 75th Republic Day Live Updates:આ વર્ષે લગભગ 13 હજાર વિશેષ મહેમાનોને પરેડમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે
પરેડમાં ગુજરાતનો ટેબ્લો પણ જોવા મળ્યો હતો. આ ટેબ્લોની થીમ છે- 'ધોરડો. તે ગુજરાતના પ્રવાસન વિકાસનું વૈશ્વિક પ્રતીક છે.
ઉત્તર પ્રદેશની ઝાંખી કર્તવ્ય પથ પર રજૂ કરાઇ હતી. આ ટેબ્લોની થીમ અયોધ્યાઃ વિકસિત ભારત, સમૃદ્ધ વારસો હતી. યુપીની ઝાંખી સાથે અયોધ્યાના રામ મંદિર અને રામલલાના ગીતો વગાડવામાં આવ્યા હતા. ટેબ્લોના આગળના ભાગમાં રામલલાની પ્રતિમા બતાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની ઝાંખીની પાછળ તેલંગણાની ઝાંખી આવી રહી છે, જેની થીમ – પાયાના સ્તરે લોકશાહી – તેલંગાણાના સ્વાતંત્ર્ય સેનાનીઓનો વારસો
હવે આંધ્ર પ્રદેશની ઝાંખી પસાર થઈ રહી છે, જેની થીમ હતી 'આંધ્ર પ્રદેશમાં શાળા શિક્ષણમાં પરિવર્તન કરીને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા'. તેની પાછળ લદ્દાખ, તમિલનાડુ અને ગુજરાતની ઝાંખીઓ છે. તેમની પાછળ મેઘાલય અને ઝારખંડની ઝાંખીઓ છે.
હવે રાજસ્થાનની ઝાંખી પસાર થઈ રહી છે, જેની થીમ 'વિકસિત ભારતમાં પધારો મ્હારે દેશ’ હતી. આ ઝાંખીમાં રાજસ્થાનની સંસ્કૃતિ દર્શાવવામાં આવી હતી. આની પાછળ મહારાષ્ટ્રની ઝાંખી છે, જેની થીમ ‘છત્રપતિ શિવાજી મહારાજ’ છે, જે ભારતીય લોકશાહીના પ્રેરણાસ્ત્રોત છે. મહારાષ્ટ્રની ઝાંખી જોઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઉભા થઈ ગયા અને તાળીઓ પાડી હતી.
અરુણાચલ પ્રદેશ પછી હરિયાણાની ઝાંખી હતી, જેની થીમ મેરા પરિવાર મેરી પહેચાન હતી. તેની પાછળ, મણિપુરની ઝાંખી હતી.
અરુણાચલ પ્રદેશના ટેબ્લોથી શરૂઆત થઈ
હવે મધ્યપ્રદેશની ઝાંખી આત્મનિર્ભર મહિલા વિકાસનો મંત્ર થીમ સાથે રજૂ કરાઇ હતી. તેમની પાછળ ઓડિશાની ઝાંખી છે, જેની થીમ વિકસિત ભારતમાં મહિલા સશક્તિકરણ છે. ઓડિશાની પાછળ છત્તીસગઢની ઝાંખી છે, જેની થીમ 'બસ્તર મુરિયા દરબાર કી આદિમ જન સંસદ' છે.
રાજ્યોની ઝાંખીની શરૂઆત અરુણાચલ પ્રદેશની ઝાંખીથી થઈ છે. બગુન સમુદાય આ ટેબ્લોમાં દર્શાવવામાં આવ્યો છે. આ ઝાંખીને પહેલા મૂકીને ભારતે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે.
NCC પછી NSSની ટુકડીઓ આગળ વધી રહી છે. આ ટુકડીમાં સ્વયંસેવક રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ટુકડીની 200 મહિલા કેડેટ્સનો સમાવેશ થાય છે. તેનું નેતૃત્વ NSSના પ્રાદેશિક નિર્દેશાલય, ગુવાહાટીના રાગીના તમાંગ કરી રહ્યા છે, જે સિક્કિમના છે.
નારી શક્તિના હાથમાં ભારતનું શક્તિશાળી શસ્ત્ર પ્રથમ વખત કર્તવ્ય પથ પર તમામ ટુકડીઓ મહિલાઓની બનેલી છે, જેનું નેતૃત્વ લશ્કરી પોલીસની કેપ્ટન સંધ્યા કરી રહી છે. ત્રણ વધારાના અધિકારીઓ કેપ્ટન શરણ્યા રાવ, સબ લેફ્ટિનન્ટ અંશુ યાદવ અને ફ્લાઇટ લેફ્ટિનન્ટ શ્રુષ્ટી રાવ છે. મહિલા આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીઝ ટીમનું નેતૃત્વ મેજર સૃષ્ટિ ખુલ્લર કરે છે અને તેમાં આર્મી ડેન્ટલ કોરમાં કેપ્ટન અંબા સામંત, ભારતીય નૌકાદળના સર્જન લેફ્ટિનન્ટ કંચના અને ભારતીય વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ દિવ્યા પ્રિયાનો સમાવેશ થાય છે.
મદ્રાસ રેજિમેન્ટના વીર થંબિજ કર્તવ્ય પથ પર જોવા મળી રહ્યા છે. આ ટુકડીનું નેતૃત્વ કેપ્ટન યશ ડાડલેએ કર્યું હતું. આ પછી ગઢવાલ રાઈફલ્સ રેજિમેન્ટલ સેન્ટર, ગોરખા ટ્રેનિંગ સેન્ટર અને ગોરખા ટ્રેનિંગ સેન્ટરની સંયુક્ત બેન્ડ ટુકડી કર્તવ્ય પથ પરથી પસાર થઈ હતી.
રાજપૂતાના રાઈફલ્સનું નેતૃત્વ લેફ્ટિનન્ટ સંયમ ચૌધરીએ કર્યું હતું. આ રાઈફલ્સનું સૂત્ર છે 'વીર ભોગ્ય વસુંધરા' જ્યારે યુદ્ધ ઘોષ છે 'રાજા રામચંદ્ર કી જય'. આ પછી જમ્મુ અને કાશ્મીર લાઇ રેજિમેન્ટલ સેન્ટર 01 સિગ્નલ ટ્રેનિંગ સેન્ટર અને આર્ટિલરી સેન્ટર, હૈદરાબાદની સંયુક્ત બેન્ડ ટુકડી મધુર ધૂન વગાડતી જોવા મળી હતી.
ઘોડેસવાર ટુકડી પછી T-90 ટેન્કના લેફ્ટનન્ટ ફૈઝ સિંહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સલામી આપી. આ ટેન્કને ભીષ્મના નામથી પણ ઓળખવામાં આવે છે અને તે ભારતીય સેનાનું ખતરનાક હથિયાર છે.
ભારતના સર્વોચ્ચ સૈન્ય મેડલ વિજેતાઓ પછી મહેમાન દેશ ફ્રાન્સની સૈન્ય ટુકડીએ માર્ચ કરી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 75માં ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ છે.
ફ્રાન્સની સેનાની પાછળ ભારતીય સૈન્ય ટુકડીઓ આવવા લાગી છે. સૌથી પહેલા ભારતીય સેનાના કેવેલરી યુનિટે રાષ્ટ્રપતિને સલામી આપી હતી. 61 કેવેલરી એ દેશની સૌથી જૂની બટાલિયનોમાંની એક છે અને તેને ઘણા લશ્કરી સન્માનોથી નવાજવામાં આવ્યા છે.
પરેડ કમાન્ડરની સલામી પછી વીરતા પુરસ્કાર વિજેતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સામેથી પસાર થઈ રહ્યા છે અને તેમને સલામી આપી રહ્યા છે. આ સમય દરમિયાન, દેશના સર્વોચ્ચ સૈન્ય સન્માન જીતનારા સૈનિકોએ રાષ્ટ્રપતિને સલામી આપી હતી. પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને અશોક ચક્ર પોતાના ક્રમમાં આગળ જઇ રહ્યા છે.
કર્તવ્ય પથ પર પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ત્રિરંગાને સલામી આપી હતી. આ સાથે 75માં ગણતંત્ર દિવસની પરેડ શરૂ થઇ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી
ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માત્ર દેશભરમાં જ નથી થઈ રહી પરંતુ સમગ્ર વિશ્વમાં તેની ગૂંજ સંભળાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનિઝે પણ ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના સંદેશમાં લખ્યું હતું કે, 'આપણા રાષ્ટ્રીય દિવસો પર આપણને આપણી મિત્રતાની ઉજવણી કરવાનો મોકો મળે છે.' નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા પણ 26 જાન્યુઆરીને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે 75માં પ્રજાસત્તાક દિવસના અવસર પર નાગપુરમાં RSS મુખ્યાલયમાં ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો.
Republic Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. આ અવસર પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતી વખતે પીએમ મોદીએ લખ્યું, 'દેશના આપણા તમામ પરિવારજનોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિંદ.'
75માં ગણતંત્ર દિવસના અવસર પર ઉજ્જૈનમાં સ્થિત મહાકાલ મંદિરમાં શિવલિંગને ત્રિરંગાના રંગોથી શણગારવામાં આવ્યું છે. ભસ્મ આરતી બાદ મહાકાલ મંદિરમાં શિવલિંગને ત્રિરંગા ધ્વજથી શણગારવામાં આવ્યું હતું.
Google Doodle: ગૂગલે ભારતના 75માં ગણતંત્ર દિવસના અવસર પર એક ખાસ ડૂડલ તૈયાર કર્યું છે. આ ડૂડલમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન સેટથી લઇને કલર ટીવી અને મોબાઇલ ફોન સુધીની ત્રણ અલગ-અલગ સ્ક્રીન પર પરેડ બતાવવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસની પરેડને ડૂડલમાં દર્શાવવામાં આવી છે.
આ સિવાય ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે પણ ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. રશિયન અધિકારીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભારતને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. અમે અમારા ભારતીય મિત્રોને સમૃદ્ધિ, સુખાકારી અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ છીએ. ભારત જિંદાબાદ. રશિયા-ભારતીય મિત્રતા જિંદાબાદ
મેક્રોન મુખ્ય અતિથિ તરીકે દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપશે. આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડમાં ફ્રેન્ચ આર્મીની ટુકડી ભાગ લઈ રહી છે. આ સમારોહમાં બે રાફેલ ફાઈટર એરક્રાફ્ટ અને ફ્રેન્ચ એરફોર્સનું એરબસ A330 મલ્ટી-રોલ ટેન્કર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ ભાગ લેશે. મેક્રોન પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનાર છઠ્ઠા ફ્રેન્ચ નેતા (પાંચમા રાષ્ટ્રપતિ) છે, તેની પહેલાં 2016માં ફ્રાન્સના તત્કાલિન રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ, 2008માં નિકોલસ સરકોઝી, 1998માં જેક્સ શિરાક, 1980માં વાલેરી ગિસ્કાર્ડ ડી'એસ્ટૈગ અને 1976માં વડાપ્રધાન જેક શિરાક ભારતના પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ બન્યા હતા.
ગણતંત્ર દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 70,000થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ 70,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓમાંથી 14,000 પ્રજાસત્તાક દિવસની પરેડની સુરક્ષા માટે કર્તવ્ય પથમાં અને તેની આસપાસ તૈનાત કરવામાં આવશે.
પરંપરાગત લશ્કરી બેન્ડને બદલે શંખ, નાદસ્વરમ, નગારા જેવા ભારતીય સંગીતનાં સાધનો વગાડીને 100 થી વધુ મહિલા કલાકારો સાથે પ્રથમ વખત પરેડ શરૂ થશે. ભારતીય વાયુસેનાના ફ્લાય-પાસ્ટ દરમિયાન લગભગ 15 મહિલા પાયલટ પણ 'નારી શક્તિ'નું પ્રતિનિધિત્વ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ની ટુકડીઓમાં પણ ફક્ત મહિલા કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવશે. ગણતંત્ર દિવસની પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે.
સશસ્ત્ર દળ પરેડમાં મિસાઇલો, ડ્રોન જામર, સર્વેલન્સ સિસ્ટમ્સ, વાહન-માઉન્ટેડ મોર્ટાર અને BMP-II પાયદળ લડાયક વાહનો જેવા સ્વદેશી શસ્ત્રો અને લશ્કરી સાધનોની શ્રેણી પ્રદર્શિત કરશે. સૌપ્રથમ વખત તમામ મહિલાઓની ત્રિ-સેવા ટુકડી (જમીન, પાણી અને હવા) દેશની સૌથી મોટી ઇવેન્ટનો ભાગ હશે. લેફ્ટનન્ટ દીપ્તિ રાણા અને પ્રિયંકા સેવદા, જેઓ ગયા વર્ષે પ્રથમ વખત આર્ટિલરી રેજિમેન્ટમાં કમિશન કરાયેલી 10 મહિલા અધિકારીઓમાં સામેલ છે, તેઓ પરેડમાં સ્વાતિ વેપન ડિટેક્શન રડાર અને પિનાક રોકેટ સિસ્ટમનું નેતૃત્વ કરશે. આ પણ એક ઐતિહાસિક ક્ષણ હશે.
આ વર્ષે લગભગ 13 હજાર વિશેષ મહેમાનોને પરેડમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ એવા લોકો છે જેમણે સરકારની લગભગ 30 મોટી યોજનાઓનો લાભ લીધો છે. આ ઉપરાંત પેટન્ટ મેળવનાર નિષ્ણાતો, ઈસરોના મહિલા વૈજ્ઞાનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ખેડૂતો અને આદિવાસી સમુદાયના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય તમામ ક્ષેત્રના લોકોને જનભાગીદારીના સરકારના વિઝનને અનુરૂપ રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લેવાની તક પૂરી પાડવાનો છે. કર્તવ્ય પથ પર પરેડ નિહાળવા માટે 77 હજાર બેઠકોની ક્ષમતા છે. જેમાંથી સામાન્ય જનતા માટે 42 હજાર સીટો ટિકિટ દ્વારા બુક કરવામાં આવી છે.
બ્રેકગ્રાઉન્ડ
India 75th Republic Day Live Updates: સમગ્ર દેશ આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે.આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવશે. આ પછી કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપશે. કર્તવ્ય પથ પરની પરેડ પણ આ વખતે ખાસ રહેશે. અત્યાર સુધી પરેડ હંમેશા મિલિટરી બેન્ડ સાથે શરૂ થતી હતી, પરંતુ આ વખતે દેશભરમાંથી 100 મહિલા સાંસ્કૃતિક કલાકારો પરંપરાગત વાદ્યો સાથે પરેડની શરૂઆત કરશે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા જયપુરથી નવી દિલ્હી પહોંચ્યા છે. એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકરે તેમનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે મેક્રોન બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે.
13,000 વિશેષ મહેમાનોને આમંત્રણ
આ વર્ષે લગભગ 13 હજાર વિશેષ મહેમાનોને પરેડમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ એવા લોકો છે જેમણે સરકારની લગભગ 30 મોટી યોજનાઓનો લાભ લીધો છે. આ ઉપરાંત પેટન્ટ મેળવનાર નિષ્ણાતો, ઈસરોના મહિલા વૈજ્ઞાનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ખેડૂતો અને આદિવાસી સમુદાયના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય તમામ ક્ષેત્રના લોકોને જનભાગીદારીના સરકારના વિઝનને અનુરૂપ રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લેવાની તક પૂરી પાડવાનો છે. કર્તવ્ય પથ પર પરેડ નિહાળવા માટે 77 હજાર બેઠકોની ક્ષમતા છે. જેમાંથી સામાન્ય જનતા માટે 42 હજાર સીટો ટિકિટ દ્વારા બુક કરવામાં આવી છે.
પ્રથમ વખત મહિલાઓની ત્રણેય સેવાઓની ટુકડીઓ સામેલ થશે
સશસ્ત્ર દળ પરેડમાં મિસાઇલો, ડ્રોન જામર, સર્વેલન્સ સિસ્ટમ્સ, વાહન-માઉન્ટેડ મોર્ટાર અને BMP-II પાયદળ લડાયક વાહનો જેવા સ્વદેશી શસ્ત્રો અને લશ્કરી સાધનોની શ્રેણી પ્રદર્શિત કરશે. સૌપ્રથમ વખત તમામ મહિલાઓની ત્રિ-સેવા ટુકડી (જમીન, પાણી અને હવા) દેશની સૌથી મોટી ઇવેન્ટનો ભાગ હશે. લેફ્ટનન્ટ દીપ્તિ રાણા અને પ્રિયંકા સેવદા, જેઓ ગયા વર્ષે પ્રથમ વખત આર્ટિલરી રેજિમેન્ટમાં કમિશન કરાયેલી 10 મહિલા અધિકારીઓમાં સામેલ છે, તેઓ પરેડમાં સ્વાતિ વેપન ડિટેક્શન રડાર અને પિનાક રોકેટ સિસ્ટમનું નેતૃત્વ કરશે. આ પણ એક ઐતિહાસિક ક્ષણ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -