World Environment Day 2022: દર વર્ષે દુનિયાભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે. જેથી લોકોમાં પર્યાવરણને લઇને જાગૃતતા પેદા કરી શકાય. આ દિવસે સોશ્યલ મીડિયા, સોશ્યલ ગેધરિંગ, અને બીજા કેટલાય પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરીને પર્યાવરણ સાથે જોડાયેલા ફેક્ટ્સને શેર કરવામાં આવે છે. જેથો લોકોને આના વિશે જાણકારી મળી શકે. જાણો 5 જૂનના દિવસે જ કેમ મનાવવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસ.........


દેશના મોટા શહેરોમાં છેલ્લા કેટલાય સમયથી તાપમાન અને પ્રદુષિત હવામાં જોરદાર વધારો થયો છે. આ સ્થિતિ માત્ર દિલ્હી કે મુંબઇ જેવા શહેરોમાં નથી પરંતુ હવે તો આ આખી દુનિયામાં ફેલાઇ ગઇ છે. આ કારણે પૃથ્વી પરના દરેક જીવ પર ખતરો તોળાઇ રહ્યો છે, એટલુ જ નહીં ગંભીર બિમારીઓ પણ પેદા થઇ રહી છે.


ક્યારે થઇ વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત - 
સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરફથી વર્ષ 1972માં વૈશ્વિક સ્તર પર પર્યાવરણ પ્રદુષણની સમસ્યા અને ચિંતાના કારણે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવાની ઇંટ મુકાઇ. આની શરૂઆત સ્વીડનની રાજધાની સ્ટૉકહૉમમાં થઇ હતી. અહીં દુનિયાનો પહેલું પર્યાવરણ સંમેલન આયોજિત કરવામાં આવ્યુ. જેમાં 119 દેશો સામેલ થયા હતા. પહેલા પર્યાવરણ દિવસ પર ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારતની પ્રકૃતિ અને પર્યાવરણ પર ચિંતાઓ વ્યક્ત કરી હતી. 


આ સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP)નો પાયો નંખાયો હતો, અને દરેક વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસનો ઉદેશ્ય દુનિયાભરના નાગરિકોને પર્યાવરણ પ્રદુષણની ચિંતાઓથી અવગત કરાવવા અને પ્રકૃતિ અને પર્યાવરણને લઇને જાગૃતિ લાવવા માટેનો છે.


આ પણ વાંચો..... 


રવિચંદ્રન અશ્વિને શેર કર્યો ઐતિહાસિક ગાબા ટેસ્ટનો કિસ્સો, કહ્યું - અમારા કૉચ ડ્રૉ ઇચ્છતા હતા, પરંતુ આ ખેલાડી..........


Booster Dose: Corbevax ના બૂસ્ટર ડોઝને DGCIની મંજૂરી, બાયોલોજિકલ ઈ એ કરી જાહેરાત


Electric Tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, દેશમાં જલ્દી જ લોન્ચ થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રક


CBIએ મૃત જાહેર કરેલી મહિલા કોર્ટમાં જજ સામે હાજર થઇ, જાણો ચોંકવનારા આ મામલા વિશે


Covid Cases Update: : ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું, દિલ્લીમાં કોરોનાના 405 નવા કેસ,કેરળમાં હાલ બેહાલ


PM Kisan Tractor Yojana: ટ્રેકટર ખરીદવા સરકાર આપી રહી છે ખેડૂતોને 50 ટકા સુધીની સબસિડી, આ રીતે ઉઠાવો લાભ