પુરીએ ટ્વિટ કર્યું છે પાડોશી દેશો શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ અને ભૂટાન સાથે પણ આવી વ્યવસ્થા માટે પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. ભારતે જુલાઈથી અમેરિકા, બ્રિટેન, ફ્રાંસ, જર્મની, યૂએઈ, કતર અને માલદીવ સાથે આ પ્રકારના કરાર કર્યા છે.
પુરીએ ટ્વિટર પર કહ્યું, અમે હવે આ પ્રયાસોને આગળ વધારી રહ્યા છીએ અને આ પ્રકારની વ્યવસ્થા કરવા માટે વધુ 13 દેશો સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું, આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ઈટલી, જાપાન, ન્યૂઝીલેન્ડ, નાઈઝીરિયા, બહરીન, ઈઝરાયલ, કેન્યા, ફિલીપીન, રશિયા, સિંગાપુર, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડ સામેલ છે.
કોરોના વાયરસની મહામારીના કારણે ભારતમાં 23 માર્ચથી અંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાણ સ્થગિત છે. પુરીએ કહ્યું કે ભારત આ દેશો સિવાય અન્ય દેશો સાથે પણ આવી દ્વિપક્ષીય વ્યવસ્થા સ્થાપિત કરવા પર વિચાર કરશે. તેમણે કહ્યું, 'હમારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે દરેક ફસાયેલા નાગરિક સુધી પહોંચીએ. કોઈ પણ ભારતીય નહી રહી જાય.'
કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે લોકડાઉનના કારણે ભારતમાં બે મહિનાના સમય બાદ 25મેથી ડોમેસ્ટીક ઉડાણ ફરી શરૂ થઈ. કોરોના વાયરસના કારણે ભારત અને અન્ય દેશોમાં લગાવવામાં આવેલ યાત્રા પ્રતિબંધના કારણે વિમાન ક્ષેત્ર ઘણું પ્રભાવિત થયું છે. તમામ વિમાન કંપનીઓએ પોતાના ખર્ચમાં ઘટાડો કરવા ઘણા પગલા ઉઠાવ્યા છે. જેમાં પગારમાં કપાત, પગાર વગર છુટ્ટા કરવા વગેરે સામેલ છે.