હરદિપ સિંહ પુરીએ કહ્યું કે, “અમે માનીને ચાલી રહ્યા છીએ કે, આ વર્ષે દિવાળી સુધી ભારતમાં ડોમેસ્ટિક ફ્લાઇટનું 55-60 ટકા સંચાલન થવા લાગશે. પુરીને કહ્યું કે, અમેરિકાની એરલાઈન્સનો 17 થી 31 જુલાઈ વચ્ચે 18 ઉડાનો ભારતમાં આવશે. જર્મનીની એરલાઈનોએ પણ અમારી પાસે ભારત માટે ઉડાનો સંચાલિત કરવાની અનુમતિ માંગી છે અને તેના પર કામ કામ થઈ રહ્યું છે.
મંત્રી હરદીપ સિંહ પુરીએ વધુમાં કહ્યું કે, એર ફ્રાન્સ એરલાઈન્સ 18 જુલાથી 1 ઓગસ્ટ સુધી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને પેરિસ વચ્ચે 28 ઉડાનોનું સંચાલન કરશે.
વંદે ભારત મિશન અંતર્ગત અત્યાર સુધી બે લાખ 80 હજાર ભારતીયોને વિદેશમાંથી પરત લાવવામાં આવ્યા છે. દુબઈ અને યૂએઈથી મોટી સંખ્યામાં ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા છે. જ્યારે અમેરિકાથી 30 હજાર ભારતીયને આ મિશન હેઠળ પરત લાવવામાં આવ્યા છે.