નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 78 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપએ મહિલા રેસલર બબીતા ફોગાટ અને રેસલર યોગેશ્વર દત્તને પણ ટિકિ આપી છે. નોંધનીય છે કે રેસલર બબીતા ફોગાટ અને યોગેશ્વર દત્ત તાજેતરમાં જ ભાજપમાં સામેલ થયા હતા.


ભાજપે બબીતા ફોગાટને દાદરીથી તો યોગેશ્વર દત્તને સોનીપતના બરૌદા પરથી ટિકિટ આપી છે. નોઁધનીય છે કે ભાજપની આ લિસ્ટમાં 78 ઉમેદવારોના નામ છે. યાદીમાં વર્તમાન 38 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સાત ધારાસભ્યોની ટિકિટ કાપી દેવામાં આવી છે. નોંધનીય છે કે હરિયાણા વિધાનસભામાં કુલ 90 બેઠકો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ઓલિમ્પિક મેડાલિસ્ટ યોગેશ્વર દત્ત ભાજપમાં સામેલ થયા હતા. હરિયાણા ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાની હાજરીમાં તેઓ ભાજપમાં સામેલ થયા હતા.


ફરીદાબાદથી મંત્રી વિપુલ ગોયલે આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. તે સિવાય પટૌદી વિધાનસભા પરથી રાવ ઇન્દ્રજીતના ખાસ ધારાસભ્ય બિમલા ચૌધરીની પણ ટિકિટ કાપીને પ્રદેશ પ્રવક્તા સત્યપ્રકાશ જરાવતને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ 38 વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપે 9 મહિલાઓ અને બે મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.