ચંદીગઢ: હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજે શુક્રવારે જાહેરાત કરી હતી કે કોરોના વાયરસની મહામારીને કારણે દર શનિવાર અને રવિવારે હરિયાણામાં જરૂરી ચીજ વસ્તુઓ વેચવા સિવાયની તમામ દુકાનો અને ઓફિસો બંધ રહેશે. આ જાહેરાત રાજ્ય દ્વારા ત્યારે આવી છે જ્યારે એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે.




હરિયાણામાં ગુરુવારે કોરોનાવાયરસના કુલ 996 કેસ નોંધાયા હતા, આ સાથે જ રાજ્યમાં કોવિડ -19ના હવે 50,926 કેસ થયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 578 સંક્રમણના કારણે મોત થયા છે.

હરિયાણામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા શનિવાર અને રવિવાર બે દિવસ વીકેન્ડ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં જરૂરી ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો અને ઓફિસો શનિવાર અને રવિવારે બંધ રહેશે.