Milk With Jaggery: શિયાળામાં ખાસ કરીને દરેક ઘરમાં ગોળનો ઉપયોગ વધી જાય છે. ગોળમાંથી દેશમાં અનેક પ્રકારની મીઠાઈ પણ બનાવવામાં આવે છે. જ્યારે દૂધમાં કેલ્શિયમ, વિટામિન-એ તથા અન્ય પોષક તત્વો હોય છે. આ સ્થિતિમાં અમે તમને ગોળ સાથે દૂધ પીવાથી તમારા સ્વાસ્થ્યને શું ફાયદા થાય તે જણાવીએ છીએ.


પ્રેગ્નેંસી દરમિયાન ફાયદાઃ ગરમ દૂધ અને ગોળમાં ભરપૂર આયર્ન હોય છે. જેના નિયમિત સેવનથી લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધે છે. જે એનીમિયા રોકવામાં કારગર છે અને પ્રેગ્નેંટ મહિલાઓ માટે ફાયદાકારક છે. તેના સેવનથી શરીરમાં એનર્જી વધે છે અને નબળાઈ દૂર થાય છે.


સ્કીન બનાવે છે સુંદરઃ ગોળ અને દૂધમાં અનેક પોષકતત્વો હોય છે. જે આપણી સ્કીનમાં કોલેજન બનાવવામાં મદદ કરે છે. જેનાથી સ્કીન નરમ રહે છે. ગોળ અને દૂધમાં રહેલું એમીનો એસિડ સ્કિનમાં મોશ્ચરાઇઢનું લેવલ જાળવી રાખે છે. દૂધમાં મળતું એન્ટીઓક્સિડેંટ સમય પહેલા વૃદ્ધ થતાં અટકાવે છે.


ડાયજેશન સુધારેઃ ગોળ અને દૂધ આંતરડાના કીડા, અપચો, કબજિયાત જેવી અનેક સમસ્યા રોકવામાં કારગર છે. ગોળ અને દૂધ ડાયજેશન સિસ્ટમને સુધારે છે. તેથી ખાધા બાદ થોડો ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી ઈમ્યુનિટી સિસ્ટમ પણ બૂસ્ટ થાય છે.


હાડકા અને દાતને મજબૂત બનાવેઃ દૂધના સેવનથી કેવિટિઝ અને દાંતનો સડો રોકી શકાય છે. દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકા અને દાતને મજબૂત બનાવવાનું કામ કરે છે.


ડિસ્ક્લેમરઃ ઉપર આપેલી માહિતી માત્ર માન્યતા અને જાણકારી આધારિત છે. એબીપી ન્યૂઝ આવી કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ લો.


આ પણ વાંચોઃ Tulsi Water Upay: તુલસી જળના આ ઉપાયોથી થશે મા લક્ષ્મીની કૃપા, નોકરી-ધંધામાં મળશે સફળતા