Potato Peel Benefits: બટાકાને શાકભાજીનો રાજા કહેવાય છે. તેથી દરેક શાક સાથે તે સરળતાથી ભળી જાય છે. નાના-મોટા તમામ લોકોને બટાકાનું શાક પ્રિય હોય છે, ઘણાં નાના બાળકો બટકા અને ટમેટા સિવાય એક પણ શાક ખાતા નથી હોતા. પરંતુ શું તમે જાણો છો કે બટાકાની છાલમાં પોષક તત્વોનો ભંડાર હોય છે. ઘણા લોકો બટકાનું શાક બનાવતી વખતે છાલ ઉતારીને ફેંકી દે છે. જો તમે પણ આવું કરતાં હો તો વિચારી લેજો. બટાકાની છાલનું સેવન કરવાથી ઘણી બીમારી દૂર થાય છે.
બટાકાની છાલના ફાયદા છે અદભૂત
બટાકાની છાલમાં હોય છે ન્યૂટ્રિશનઃ બટાકાની છાલમાં પોટેશિયમનો મોટો સ્ત્રોત હોય છે. ઉપરાંત તેમાં લોહ તત્વ પણ મળે છે અને વિટામિન બી 3ના તમામ પોષક તત્વો હોય છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરોઃ બટાકાની છાલ તમારા દીલને ઠીક કરવાનું પણ કામ કરે છે. જો તમે બટાકાનું સેવન છાલ સાથે કરો છો તો તેમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખે છે.
હાડકા મજબૂત કરે છેઃ બટાકાની છાલમાં કેટલાક ખનીજ તત્વો હોય છે. જે તમારા હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. તેની છાલનું સેવન હાડકાનું ઘનત્વ બનાવી રાખવામાં મદદ કરે છે.
કેન્સરથી બચાવે છેઃ બટાકાની છાલમાં ફાઈટોકેમિકલ્સ મોટી માત્રામાં મળી આવે છે. જે શક્તિશાળી એન્ટીઓક્સિડેંટ છે. આ ઉપરાંત તેમાં મોટી માત્રામાં ક્લોરોજેનિક એસિડ પણ હોય છે. જે શરીરને કેન્સરથી બચાવે છે.