Immunity Booster Fruits કોઈપણ બીમારીથી બચવા માટે ઈમ્યુનિટી મજબૂત હોવી જરૂરી છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો તમારું શરીર રોગ સામે લડી શકશે. આ માટે ખાન-પાનમાં પણ સાવધાની રાખવી જોઈએ અને ઋતુ પ્રમાણે રોગ પ્રતિકારકશક્તિ વધારતાં ફળો ડાયટમાં સામેલ કરવા જોઈએ.
સંતરાઃ શિયાળામાં તડકે બેસીને સંતરા ખાવા જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં વિટામીન સી અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે. સંતરા ખાવાથી ઈમ્યુનિટી મજબૂત બને છે. તેમં વિટામીન સી અને ફાઈબર સૌથી વધારે હોય છે. આ ઉપરાંત વિટામીન ડી, કેલ્શિયમ અને વિટામીન બી પણ પૂરતી માત્રામાં હોય છે.
જામફળઃ જામફળમાં સંતરાથી પણ વધારે વિટામીન સી મળે છે, જે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. આ મીડિયમ જામફળમાં 200 ગ્રામ પોષક તત્વો હોય છે. તેમાં કેલરી પણ ઓછી હોય છે, તેથી વજન ઘટાડવામાં પણ મદદગાર છે. સામાન્ય રીતે લોકો છાલ સાથે જામફળ ખાતા હોય છે પણ તેનો ભરપૂર ફાયદો લેવા માટે છાલ ઉતારીને ખાવા જોઈએ.
પપૈયાઃ આ ફળ તમામ સીઝનમાં મળે છે. તે પાચન માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પપૈયું પેટને પણ સાફ રાખે છે અને વજન ઘટાડે છે. તેમાં વિટામીન સી મોટી માત્રામાં હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
અનાનસઃ અનાનસ ઈમ્યુનિટી વધારવાની સાથે હાડકાને પણ મજબૂત કરે છે. તેમાં અનેક ખનિજ તત્વો અને વિટામિન મળે છે. ઉપરાંત તેમાં મેંગનીઝ પણ મળી આવેછે, જે અન્ય ફળમાં ખૂબ ઓછું હોય છે. અનાનસ વજન ઘટાડવામાં પણ મદદગાર છે.
કિવી: કિવી વિટામીન સી થી ભરપૂર હોય છે. તેમાં વિટામીન કે અને ઈ પણ સારી માત્રામાં હોય છે. કિવીમાં અન્ય પોષક તત્વો પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે.
સ્ટ્રોબેરીઃ સ્ટ્રોબેરી વિટામીન સીનો એક સારો સોર્સ છે. તેમાં મોટી માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ મળી આવે છે. આ ઉપરાંત વિટામીન સી અને બીજા પોષક તત્વો પણ હોય છે.