દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. દેશમાં અત્યાર સુધી 56 લાખ 36 હજારથી વધુ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને હેલ્થ વર્કર્સને વેક્સિન અપાઇ ચૂકી છે. જો કે વેક્સિન લીધા બાદ કેટલાક લોકોની તબિયત લથડતાં અને 9 લોકોના મૃત્યુ થતાં. વેક્સિનને લઇને લોકોમાં શંકા કુશંકા સેવાઇ રહી છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ મુદ્દે કેટલીક સ્પષ્ટતા કરી છે.
દેશમાં વેક્સિનેશન બાદ જુદા-જુદા રાજ્યોમાં 28 લોકોને ગંભીર આડઅસર થઇ હતી. જેના પગલે 28 લોકોને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરાયા હતા. 28માંથી દુર્ભાગ્યવશ 9 લોકોના મૃત્યુ થયા છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રાલયનું કહેવું છે કે, મોત વેક્સિનના કારણ નથી થયા, પરંતુ આ નવેય કેસમાં મોત માટે અલગ અલગ કારણ જવાબદાર હતા.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ 13 રાજ્યોમાંથી 60 ટકા હેલ્થ કેર વર્કસને વેક્સિન આપી દેવાઇ છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, દેશમાં કોરોનાની વધુ 7 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. જેમાં 3 વેક્સિન એવી છે જેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે.
કોરોનાની વેક્સિન લીધા પછી મોતને ભેટનારા 9 લોકો અંગે મોદી સરકારે શું કર્યો ખુલાસો ? કેટલાં લોકોને થઈ આડઅસર ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Feb 2021 11:10 AM (IST)
કોરોના સામે સંજીવની રૂપ મનાતા વેક્સિનેશનની પ્રક્રિયા આખા દેશમાં શરૂ થઇ ગઇ છે. જો કે વેક્સિનેશન બાદ 9 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે મોદી સરકારે આ મોત અંગે ખુલાસો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -