સ્વાસ્થ્ય મંત્રાલયે આગળ કહ્યું પ્રધાનમંત્રી મોદીએ તમામ વેક્સીની નિર્માતા દવા કંપનીઓ સાથે વાત કરી છે. ભારતમાં છ રસનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે મંગળવારે એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કેટલીક વેક્સીનને આગામી કેટલાક અઠવાડીયામાં લાઈસેન્સ આપી શકાય છે.
તેમણે કહ્યું કે વેક્સીનેશન માત્ર કેંદ્ર અથવા રાજ્ય સરકારની જ જવાબદારી નથી પરંતુ તેમાં સામાન્ય લોકોને પણ ભાગીદાર થવું પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના રસીને લઈ કેંદ્ર તરફથી રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશોના સહયોગથી તેના પર કામ કરી રહ્યા છીએ.