આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, યૂકેમાં મળી આવેલા નવા કોરોનાના સ્ટ્રેનના કેસ દેશમાં પણ વધી રહ્યાં છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 150 દર્દીઓની પુષ્ટી થઈ ચુકી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સૌથી પહેલા બ્રિટેનમાં મળી આવ્યો હતો. તેના બાદ ભારત સહિત અનેક દેશોમાં કોરોનાનો નવો સ્ટ્રેન ફેલાઈ ચુક્યો છે.
બ્રિટન સિવાય ડેનમાર્ક, નીધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબનાન અને સિંગાપુર સામેલ છે.