નવી દિલ્લીઃ સુપ્રિમ કોર્ટે હિંદુત્વ પરની પોતાના વ્યાખ્યાને લઇને બે દાયકા જૂના નિર્ણય પર એક વાર ફરી ઉડાંણ પૂર્વકનું મંથન શરૂ કર્યું છે. ચુંટણી પર ધર્મના ઉપયોગ પર સુપ્રિમ કોર્ટમાં મહત્વની સુનાવણી ચાલી રહી છે. હિંદુત્વ ધર્મ નહી પણ જીવનશૈલી છે, આ નિર્ણય બાદ કોર્ટે બે દાયકા બાદ ફરી આ મામલે વિચારવાનું નક્કી કર્યું છે. સુપ્રિમ કર્ટના 7 સભ્યોની સંવિધાન પીઠ આ મુદ્દે અને આ સાથે જોડાયેલા વિવિધ બાબતે ફરી નિર્ણય લઇ શકે છે. કે, શું હિંદુ ધર્મ સહીતના સમાજને ચુંટણી દરમિયાન ઉપયોગ કરી શકાય  કે નહી. તેનાથી બચી શકાય તેમ છે કે નહી? સુપ્રિમ કોર્ટમાં આ મામલે બુધવારે પણ સુનાવણી ચાલુ રહેશે.

જે મામલાને લઇને આ ખંડપીઠ બેઠી છે, તે 90 ના દાયકા જૂનો છે. આ સમગ્ર સુનાવણી રિપ્રેઝેટેંશન ઓફ પીપલ્સ એક્ટ એટલે કે જનપ્રતિનિધિત્વ કાનૂનની કલમ 123 (3) પર છે. આ કલમમાં ઉમેદવાર માટે ચુંટણીમાં જે આધારે મત માગવાનો 'કરપ્ટ પ્રેક્ટિસ' માનવામાં આવી છે તેમા ધર્મ પણ સામેલ છે.

સુપ્રિમ કોર્ટે 1995 માં આ મામલે સુનવણી કરી હતી. ત્યારે જસ્ટીસ જે.એસ. વર્માની અધ્યક્ષતા વાળી 3 જજોની બેંચે હિંદુત્વને જીવનશૈલી ગણાવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, હિંદુત્વના નામે મત માગવાને હિંદુ ધર્મ સાથે ના જોડી શકાય. એટલા માટે આ મામલે જનપ્રતિનિધિત્વની કલમ 123(3) કલમ લાગુ નહી પડે.