Heatwave in India: ભયંકર ગરમીએ ભારતમાં ફરી એકવાર કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. ગરમી સતત વધવાના કારણે ભારતના કેટલાય ભાગોમાં લૂથી લોકોનુ જીવન બેહાલન થયુ છે, ખાસ કરીને પૂર્વીય ઉત્તર પ્રદેશના બાદામાં શુક્રવારે વધુમાં વધુ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે.
બાદમાં 47.4 ડિગ્રી સેલ્સિયસ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદામાં 46.8 ડિગ્રી સેલ્સિયસ અને ઝાંસીમાં 46.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો પારો નોંધાતા જનજીવન બેહાલ થઇ ગયુ છે, એટલુ જ નહીં કેટલીય જગ્યાએ ગરમીનો પારો 46 ડિગ્રીન સેલ્સિયસને પાર પહોંચી ગયો છે.
દિલ્હીમાં સ્પોર્ટ્સ કૉમ્પેલેક્ષ 46.4 ડિગ્રી સેલ્સિયસ, રાજસ્થાનમાં ગંગાનગર 46.4 ડિગ્રી સેલ્સિયસ, મધ્યપ્રદેશમાં નોંગોંગ 46.2 ડિગ્રી સેલ્સિયસ, અને મહારાષ્ટ્રના ચંદપુરમાં તાપમાન 46.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ છે.
વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામણીએ કહ્યું રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં બે મે થી ચાર મેની વચ્ચે સામાન્ય વરસાદ અને ગરજ સાથે વરસાદ થઇ શકે છે. મેક્સિમમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.
Weather Update: દેશના આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ આકરી ગરમી પડશે, 'ઓરેન્જ' એલર્ટ જાહેર
Weather Update: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી પાંચ દિવસમાં દેશના મોટા ભાગોમાં ખાસ કરીને રાજસ્થાન (રાજસ્થાન), મધ્યપ્રદેશ (મધ્યપ્રદેશ) અને મહારાષ્ટ્ર (મહારાષ્ટ્ર)ના ભાગોમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. આ રાજ્યો માટે 'ઓરેન્જ' એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હોવાનું કહેવાય છે. IMDની ગુરુવારે જારી કરાયેલી આગાહી મુજબ, આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં અને આગામી ત્રણ દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં ગરમીના મોજાની સ્થિતિ ચાલુ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે અને તે પછી કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્ર માટે આગામી ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાનશાસ્ત્રીઓના મતે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં પારો 47 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.
સ્વતંત્ર હવામાનશાસ્ત્રી નવદીપ દહિયાએ જણાવ્યું હતું કે, "ચુરુ, બાડમેર, બિકાનેર અને શ્રી ગંગાનગર જેવા સ્થળોએ મહત્તમ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સામાન્ય છે, પરંતુ ઉત્તર ભારતના મેદાનોમાં એપ્રિલના અંત સુધી 45-46 ડિગ્રી સેલ્સિયસ તદ્દન અસામાન્ય છે." IMD એ જણાવ્યું હતું કે ગરમીનું મોજું અસરગ્રસ્ત વિસ્તારોમાં નબળા લોકો, જેમ કે શિશુઓ, વૃદ્ધો અને ક્રોનિક રોગોવાળા લોકો માટે 'મધ્યમ' સ્વાસ્થ્ય ચિંતાઓને જન્મ આપી શકે છે.
આ પણ વાંચો.........
શું તમે ક્યારેય જોયું છે વાદળી રંગનું આધાર કાર્ડ? જાણો કોના માટે છે જરૂરી છે
પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો
મોટી કાર્યવાહી : ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું
ગુજરાત સ્થાપના દિવસ : અમદાવાદ હેરિટેજ સિટી વિશે જાણો ખાસ વાતો