તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણમાં રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી (એનઆરસી)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ શાસકપક્ષ જે મેનિફેસ્ટોના આધારે ચૂંટાઈને આવ્યું છે તેમાં પણ આ મુદ્દે વાત કરવામાં આવી છે. અમિત શાહે કહ્યું, ‘દેશની એક એક ઈંચ પર જે ગેરકાયદે પ્રવાસીઓ રહે છે, અમે તેમને ઓળખ કરીને અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે દેશનિકાલ કરીશું’
શાહે આ વાત સમાજવાદી પાર્ટીના જાવેદ અલી ખાનના આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે જે પ્રમાણે આસામમાં એનઆરસીને લાગું કરવામાં આવી રહી છે તેવી રીતે સરકારની યાજના છે કે દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવે.
કુલભૂષણ જાધવ કેસઃ ભારતની મોટી જીત, ICJ એ કુલભૂષણની ફાંસી પર લગાવી રોક
રાષ્ટ્રપતિ અને સરકાર પાસે 25 લાખથી વધુ એવા આવેદનો મળ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ભારતીયને ભારતના નાગરિક માનવામાં આવ્યા નથી. જ્યારે એનઆરસીમાં કેટલાક એવા નાગરિકોને ભારતીય માની લેવામાં આવ્યા છે. જે બહારથી આવ્યા છે. તેમણે કહ્યું કે સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે આ આવેદનો પર વિચાર કરવા માટે સરકારને થોડો સમય આપવામાં આવે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદર રાયે પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર, આસામમાં એનઆરસીને 31 જુલાઈ 2019 સુધી પ્રકાશિત કરવામાં આવશે.