નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં દરરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેની વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિવિધ પ્રવૃતિઓમાં છૂટછાટ આપતા ગાઈડલાઈન જાહેર કરી છે. તેના પ્રમાણે હવે સિનેમાં હોલમાં 50 ટકાથી વધુ ક્ષમતા સાથે ખુલી શકશે. સ્વીમિંગ પૂલને પણ તમામ લોકો માટે ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ ગાઈડલાઈન 1લી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી અમલી રહેશે.


નવી ગાઈડલાઈ અનુસાર, કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર તમામ પ્રકારની છૂટછાટ મળશે. જે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હોય તેમાં કોરોના ને લગતા નિયમોનું પાલન કડક રીતે કરવાનું રહેશે.



ગાઈડલાઈન અનુસાર, સામાજિક, ધાર્મિક, રમતગમત, મનોરંજન,શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક જમાવડાના હોલમાં મહત્તમ 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી ચૂકી છે. બંધ જગ્યાએ 200 લોકો સુધી મંજૂરી રહેશે.

તમામ લોકો માટે સ્વીમિંગ પૂલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા માત્ર ખેલાડીઓ માટે જ ખુલ્લા રાખવામાં આવ્યા હતા. યુવા અને રમતગમત મામલાના મંત્રલાય, કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કરી તેના માટે સંશોધિત માનક સંચાલન પ્રક્રિયા જાહેર કરવામાં આવશે.

દેશમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1,06,89,527 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 1,53,724 છે. દેશમાં હાલમાં 1,76,498 એક્ટેવિ કેસ છે.