ગૃહ મંત્રાલયએ એક રિપોર્ટ જાહેર કરીને રાજ્યોને કહ્યું કે રાજ્યોમાં સ્વાસ્થ્ય કર્મીઓ પર હિંસા થઇ રહી છે તેને રોકવામાં આવે, કોઇપણ વ્યક્તિ લૉકડાઉનુ ઉલ્લંઘન ના કરે તે જોવુ. એમએચએએ કહ્યું કે, હાલ દેશમાં ઇન્દોર, મુંબઇ, પુણે, જયપુર, કોલકત્તા અને પશ્ચિમ બંગાળના કેટલાક શહેરોમાં કોરોનાની સ્થિતિ એકદમ ગંભીર છે. આ શહેરોમાં કૉવિડ-19ના કેસો સતત વધી રહ્યાં છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે રાજ્ય સરકારો સમયસર કૉવિડ-19ની સ્થિતિનુ આકલન કરે, અમે છ અંતર મંત્રાલયી કેન્દ્રીય ટીમનુ ગઠન કર્યુ છે, રાજ્યોને જરૂરી સૂચનો અને નિર્દેશો જાહેર કર્યા છે.
હાલ દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 14265 પર પહોંચી ગઇ છે, અને 543 લોકોના મોત પણ થઇ ચૂક્યા છે.