અમદાવાદ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવા રવાના થઇ ગયા છે. તેમની સાથે પત્ની મેલેનિયા અને દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ ભારત પ્રવાસ પર આવી રહી છે. ટ્રમ્પ ગઇકાલ સવારે સાડા 11 વાગ્યે 40 મિનિટે અમદાવાદ પહોંચશે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કાએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથેની તસવીરો ટ્વિટર પર શેર કરી છે.

ઇવાન્કા ટ્રમ્પે ટ્વિટર પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથેની તસવીરો શેર કરતા લખ્યું, વિશ્વના બે સૌથી મોટા લોકતંત્રની ભવ્ય મિત્રતાની ઉજવણી ક્યારેય આટલી મજબૂત ન હતી. ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટમાં PM મોદીને મળ્યાના બે વર્ષ બાદ ફરી ભારત આવું છું તે મારા માટે સન્માનની વાત છે.


2017ના રોજ ત્રણ દિવસના ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટમાં ઇવાન્કા ટ્રમ્પ અમેરિકન ડેલીગેશન સાથે હૈદરાબાદમાં ઉપસ્થિત રહ્યા હતી. આ મુલાકાતને યાદ કરીને ઇવાન્કાએ ટ્વીટ કર્યું છે.