સાયરસે ઈમેલમાં લખ્યું છે કે જે રીતે તેમને ટાટામાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે તેનાથી મને ઝાટકો લાગ્યો છે, જેના માટે મારી પાસે કોઈ શબ્દ નથી. આટલું જ નહીં, તેમને બોર્ડની કાર્યવાહીને ખોટી અને ગેરકાયદેસર ઠેરવી છે.
આ ઈમેલમાં સાયરસે લખ્યું છે કે, કોઈપણ સ્પષ્ટીકરણ કર્યા વગર તેમને ચેરમેન પદથી હટાવવામાં આવ્યા છે અને આટલું જ નહીં તેમને આ વિશે તેમની સફાઈમાં કંઈ પણ બોલવા દેવામાં આવ્યા નથી. કોર્પૉરેટ ઈતિહાસમાં આ ઘટના ચોંકાવનારી છે. પૂર્વ ચેરમેને કહ્યું કે અચાનક કરવામાં આવેલી કાર્યવાહી અને સ્પષ્ટીકરણના કારણે ઘણા પ્રકારની અટકળો પેદા કરી દીધી છે. તેમાં મારી અને સમૂહની પ્રતિષ્ઠાને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે.
તમને જણાવી દઈએ કે રતન ટાટાએ મિસ્ત્રીની જગ્યા લઈ લીધી છે, એટલે કે તે ચાર મહિના માટે ગ્રુપના અંતરિમ ચેરમેન બન્યા છે. આ તમામ વાતો વચ્ચે સમિતિએ નવા ચેરમેનની ચૂંટણી કરવાની છે અને આ સમિતિમાં ખુદ રતન ટાટા પણ છે. આ વાતની આશંકા સેવવામાં આવી રહી છે કે મિસ્ત્રી બોર્ડના નિર્ણયને અદાલતમાં પડકારી શકે છે, ટાટા સમૂહે પણ કેવિએટ ફાઈલ કરી દીધા છે.