CAAને લઈ કોહલીએ શું કહ્યું ?
આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિરાટને એક પત્રકારે CAA પર સવાલ કર્યો અને પૂછ્યું કે, વિરાટ ગુવાહાટીમાં તમામ જગ્યાએ સીએએ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ અંગે તમે શું કહેશો ? જેના જવાબમાં કોહલીએ કહ્યું, સીએએ પર ટિપ્પણી કરવી મારા માટે બિનજવાબદારી ભર્યું હશે. કારણકે આ અંગે મને હજુ પૂરતી જાણકારી નથી અને વાત રહી ગુવાહાટીની તો અત્યાર સુધી શહેરમાં બિલકુલ સુરક્ષાનો અનુભવ કર્યો છે.
1 રન બનાવતાં જ કોહલીના નામે નોંદાઈ જશે મોટો રેકોર્ડ
વિરાટ કોહલી ટી-20 ઈન્ટરનેશનલમાં એક મોટા રેકોર્ડથી માત્ર એક રન જ દૂર છે. રવિવારે શ્રીલંકા સામે ટી-20 સીરિઝની પ્રથમ મેચમાં એક રન બનાવતાં જ કોહલી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી નાંખશે. કોહલી 1 રન બનાવવાની સાથે જ રોહિત શર્માને પાછળ રાખીને T20Iમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન બની જશે. હાલ વિરાટ કોહલી અને રોહિત શર્મા 2633 રન સાથે બરાબરી પર છે.
શ્રીલંકા સામે કેવો છે કોહલીનો રેકોર્ડ ?
વિરાટ કોહલીએ શ્રીલંકાએ સામે અત્યાર સુધીમાં માત્ર 4 ટી20 મેચ રમી છે. આ ચારેય મેચમાં તેણે ફિફ્ટી ફટકારી છે. 4 ઈનિંગમાં 94.33ની શાનદાર એવરેજથી કોહલીએ કુલ 283 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 82 રન છે.
CM રૂપાણીએ અમદાવાદમાં ખુલ્લો મુક્યો ફ્લાવર શૉ, જુઓ શાનદાર તસવીરો