Ideas of India Summit 2023: એબીપી નેટવર્કના વિશેષ કાર્યક્રમ આઈડિયા ઓફ ઈન્ડિયા 2023ના બીજા દિવસે હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી કૃતિ સેનને ભાગ લીધો હતો. આ ખાસ કાર્યક્રમ દરમિયાન કૃતિએ તમામ પ્રશ્નોના ખૂબ જ સરસ જવાબ આપ્યા છે અને ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી છે. આ દરમિયાન કૃતિએ પોતાની 9 વર્ષની ફિલ્મ કરિયર વિશે ખુલીને વાત કરી છે.


કૃતિ સેનને ફિલ્મી કરિયર પર વાત કરી


આઈડિયા ઓફ ઈન્ડિયા 2023 દરમિયાન કૃતિ સેનનને તેની 9 વર્ષની ફિલ્મ કરિયર વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના પર કૃતિ સેનને કહ્યું હતું કે- હીરોપંતીથી લઈને શહઝાદા સુધી 9 વર્ષ થઈ ગયા છે, હું આ વાત પર વિશ્વાસ નથી કરી શકતી. 5 વર્ષની ઉંમરથી જ મેં ઈન્ડસ્ટ્રી પ્રત્યે મારી રુચિ શરૂ કરી હતી. હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિતના ગીતો પર ડાન્સ કરીને મેં બાળપણમાં ઘણો આનંદ લીધો છે.


પરંતુ આ પછી એન્જિનિયરિંગનો અભ્યાસ પણ વચ્ચે આવ્યો. પરંતુ મેં એક્ટ્રેસ બનવાનું નક્કી કર્યું. જો તમારા સપના મોટા છે તો તમને સફળતા ચોક્કસ મળશે. તેથી જ મેં મારા જુસ્સાથી સિનેમામાં પગ મૂક્યો અને જનતાના પ્રેમને કારણે જ હું આજે અહીં સુધી પહોંચી છું. આ રીતે કૃતિ સેનને તેની ફિલ્મ જર્ની વિશે ખાસ વાત કરી છે.


માધુરી દીક્ષિત કૃતિની ફેવરિટ


પોતાની વાતને આગળ વધારતા કૃતિ સેનને કહ્યું કે- મેં માધુરી દીક્ષિત પાસેથી ઘણું શીખ્યું. તેની ફિલ્મો જોઈને મોટો થવું મારા માટે ખૂબ જ નસીબદાર સાબિત થયું. ‘હમ આપ કે હૈ કૌન’માં તેણીનું નિશાનું પાત્ર મને પ્રિય હતું. આ રીતે કૃતિ સેનને કહ્યું કે અભિનેત્રી તરીકે માધુરી દીક્ષિતે તેની ફિલ્મી કરિયરમાં મહત્વની ભૂમિકા ભજવી છે.


Ideas of India 2023: 'મુંબઇ શહેર પાછું દરિયામાં સમાઇ જશે', અમિતાવ ઘોષે જણાવ્યું મોટું કારણ


Ideas of India Summit 2023: એબીપી નેટવર્કનો કાર્યક્રમ આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2023 મુંબઈમાં ચાલી રહ્યો છે. પ્રસિદ્ધ લેખક અમિતાવ ઘોષે શનિવારે (25 ફેબ્રુઆરી) કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઘોષે વિશ્વમાં વધતા જળવાયુ પરિવર્તનના જોખમ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે  આબોહવા પરિવર્તન વાસ્તવિક છે, જેવી રીતે મૃત્યુ વાસ્તવિક છે.


એબીપીના પ્લેટફોર્મ પર બોલતા અમિતાવ ઘોષે કહ્યું હતું કે લોકો ક્લાઈમેટ ચેન્જ વિશે વાત કરવાનું ટાળે છે. તેમને લાગે છે કે તેના વિશે વાત કરવી એ મૃત્યુ સાથે વાત કરવા જેવું છે.


મુંબઈ ફરી દરિયામાં ડૂબી જશે


મુંબઈ શહેર વિશે વાત કરતાં ઘોષે કહ્યું હતું કે તે એક દિવસ ફરીથી પાણીમાં સમાઇ જશે. તેમણે કહ્યું કે તે છ ટાપુઓ પર સ્થિત છે, પરંતુ જ્યારે પોર્ટુગીઝ અહીં આવ્યા ત્યારે એવું નહોતું. તેઓ વસઈમાં સ્થાયી થયા, જે મુખ્ય ભૂમિ છે