Driving License rules: જો તમારે કોઈપણ દેશમાં વાહન ચલાવવું હોય તો તેના માટે તમારી પાસે માન્ય લાયસન્સ હોવું આવશ્યક છે. તેના વિના તમે વાહન ચલાવી શકશો નહીં. વાહન ચાલકો માટે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમો હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું પણ જરૂરી છે. મે મહિનો પૂરો થઈ ગયો અને જૂન શરૂ થઈ ગયો. આવી સ્થિતિમાં, આધાર અપડેટથી લઈને ડ્રાઈવિંગ લાયસન્સ સુધીના ઘણા નિયમો છે જે બદલાવા જઈ રહ્યા છે. આવા ઘણા નિયમો છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. જાણો 1 જૂનથી કયા નિયમો છે, જેની તમને અસર થશે.


આ રીતે બને છે ડ્રાઇવિંગ લાયસન્સ


સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ ડ્રાયવિંગ લાયસન્સ માટે અરજી કરે છે, ત્યારે તેણે આરટીઓ ઑફિસમાં જવું પડે છે અને સૌપ્રથમ કમ્પ્યુટરાઇઝ્ડ ટેસ્ટ આપવો પડે છે. ત્યારબાદ આરટીઓમાં જ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેશે. ત્યાર બાદ જ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી શકાય છે. પરંતુ 1 જૂનથી, ભારતના મોટર વ્હીકલ એક્ટમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, આ ફેરફારો હેઠળ હવે કોઈપણ અરજદારને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે RTO ઑફિસમાં જવાની જરૂર રહેશે નહીં. જોકે આ વૈકલ્પિક હશે.


જો તમે આમ કરશો તો તમે 25 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકશો નહીં.


માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 1 જૂનથી નવા પરિવહન નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. નિયમોમાં ફેરફાર બાદ હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે RTP ટેસ્ટ આપવાની શરત નાબૂદ કરવામાં આવી રહી છે. હવે કોઈપણ વ્યક્તિ તેના નજીકના ડ્રાઈવિંગ ટેસ્ટ સેન્ટર પર જઈને ટેસ્ટ આપી શકે છે. આ ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવશે. આ સાથે હવે જો કોઈ વ્યક્તિ લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરતા પકડાશે તો આવી સ્થિતિમાં તેને 2000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય જો કોઈ વ્યક્તિ 18 વર્ષથી ઓછી ઉંમરના હોય ત્યારે લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરતા પકડાય છે, તો નિયમો હેઠળ તેને 25 વર્ષની ઉંમર સુધી તેના ડ્રાઇવિંગ લાયસન્સથી વંચિત કરવામાં આવશે.