IMD Weather Update Today: માર્ચનો અડધો મહિનો હજુ પુરો પણ નથી થયો અને કેટલાય રાજ્યોમાં ગરમીથી લોકો ત્રાસી ગયા છે, તાપમાનનો પારો સતત ઉંચી જઇ રહ્યો છે, જોકે, આ બધાની વચ્ચે હવે એક ખાસ આગાહી આઇએમડી દ્વારા કરવામાં આવી છે, હવામાન વિભાગ અનુસાર, દેશના કેટલાક ભાગોમાં ગરમીની સિઝનમાં પણ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, શનિવારે (11 માર્ચે) પણ કેટલાય રાજ્યોમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. આમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ગરમી વચ્ચે લોકો વરસાદનો અનુભવ કરી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, 13 થી 18 માર્ચ સુધી મધ્ય અને દક્ષિણ ભારતમાં વાવાઝોડા અને કરા વરસાદની સાથે વરસાદ થવાનુ અનુમાન છે. આઇએમડીનુ અનુમાન છે કે, આ રાજ્યોમાં 'હીટ વેવ'નુ સ્તર ઓછુ થશે, વળી, ઉત્તર ભારતમાં વરસાદનુ પૂર્વાનુમાન નથી. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં સામાન્ય તાપમાન રહેશે.
Unseasonal Rain : ગુજરાતમાં માવઠાએ લીધો 4 લોકોનો ભોગ, જાણો વિગત
Gujarat Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઇકાલે રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે 4 લોકોના મોત નીપજ્યા છે. જેમાં વીજળી પડતાં 2 ખેડૂતોના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે એક મહિલાનું વૃક્ષ ધરાશાયી થતાં અને એક મહિલાનું વીજથાંભલો પડતા મોત નીપજ્યું છે.
રાજકોટના ત્રંબામાં વીજળી પડતાં ખેડૂતનું મોત
રાજકોટ જિલ્લામાં હોળીના પર્વ પર સતત બીજે દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે રાજકોટમાં વીજળી પડવાના કારણે ખેડૂતનું મોત થયું છે. ત્રંબા ગામ ખાતે ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર વીજળી પડી હતી. વીજળી પડતા ખેડૂતનું મોત નીપજ્યું હતું.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વીજળી પડતાં એક ખેડૂતનું મોત થયું છે. કીલવનીના વાઘોડિયા પાડામાં ખેતરમાં કામ કરતા લક્ષી ભાઈ ખરપડિયાનું વીજળી પડવાથી મોત થયું છે. પરિવાર સાથે ખેતરમાં કામ કરતા હતા ત્યારે પડેલી વીજળી તેમના માટે જીવલેણ સાબિત થઈ હતી.
હિંમતનગરમાં વીજપોલ પડતાં મહિલાનું મોત
સાબરકાંઠના હિમતનગરમાં વીજ પોલ ધરાશાયી થતા મહિલાનું મોત થયું હતું. રોડ સાઈડમાં પાલિકા દ્વારા લગાવેલો વીજ પોલ વાવાઝોડાના કારણે ધરાશાયી થતા મહિલા પર પડ્યો હતો. જેમાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જંબુસરમાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાય થતા વધુ મહિલા સહીત 6 મહિનાની બાળકીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. જંબુસર નગરના પીશાચેશ્વર મહાદેવ નગર પાસે ના રહેણાંક વિસ્તારમાં ઘટના બની હતી. ઘટનામા મહિલા સુમનબેન વાઘેલા તેમજ આશરે 6માસની દિવ્યા વાઘેલાનું સારવાર દરમિયાન મોત થયું હતું.