નવી દિલ્લીઃ ઇંડિગો ફ્લાઇટના પાયલટે મુબઇ એરપોર્ટ પાસે એક ડ્રોન ઉડવાનો દાવો કર્યો છે. તેણે મંગળવારે ડ્રોનને જોયું હતું જ્યારે તે ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા. ભારતમાં હાલમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે. આ કથિત ઘટના 5:55 વાગ્યાની છે. જ્યારે દિલ્લી-મુબઇ 6E 755 વિમાન મુંબઇ એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરી રહ્યું હતું.
સીઆઇએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું. ઇંડિગો ફ્લાઇટના પાયલટે ડ્રોન તેના વિમાનથી થોડા અંતરે જોયું હતું. તેણે એક વાદળી અને ગુલાબી રંગનું ડ્રોનને વિમાનની 100 ફુટ નીચે જોયું. પૂર્વ દિશામાં લગભગ 3.5 કિલોમીટર દૂર ઉડતા જોયું હતું.
નાગરિક વિમાનના મહાનિર્દેશાયે ડ્રોન ઉડાવા પર પ્રતિબંધ મુકવાનું આહવાન કર્યું હતું. જો કે પોલીસ જેવી એજન્સી પર ડ્રોન ઉડવા પર પ્રતિબંધ નથી. તેમ છતા એર પોર્ટ નજીક કે વિમાનના માર્ગ વચ્ચે ડ્રૉન ઉડવાની મનાઇ છે.