Maharashtra Murder Case: મહારાષ્ટ્ર (Maharashtra) ના અમરાવતી (Amravati) માં 22 જૂને એક 50 વર્ષના શખ્સની ગલુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી, જે પછી અમરાવતી પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસ સુત્રો અનુસાર પીડિત શખ્સ મેડિકલ સ્ટૉર (Medical Store) ચલાવતો હતો, તેને નૂપુર શર્મા (Nupur Sharma) નુ સમર્થન કર્યુ હતુ. બતાવવામાં આવી રહ્યું છે કે હત્યા પાછળ એ કારણ હોય શકે છે શખ્શે તાજેતરમાં જ ફેસબપુક પર નૂપુરનુ સમર્થનમાં પૉસ્ટ લખી હતી.  


વળી, આ ઘટનાની તપાસ માટે આજે NIA ની એક ટીમ અમરાવતી પહોંચી છે. પોલીસ સુત્રોનુ કહેવુ છે કે ચારેય આરોપીઓએ બતાવ્યુ કે, તેમને આ ઘટનાને અંજામ એક શખ્સના કહેવા પર આપ્યો હતો. હાલમાં પોલીસ તે માસ્ટર માઇન્ડની તપાસ કરી રહી છે. 


હત્યા બાદ આસપાસના લોકો ભડક્યા છે, લૉ એન્ડ ઓર્ડર ખરાબ ના થાય એટલા માટે પોલીસ આ મામલાને વધુ બહાર નથી આવવા દઇ રહી. પોલીસે પહેલા જ દિવસે એ કહીને મામલાને દબાવી દીધો કે આ લૂંટફાટનો કેસ છે, પણ આજે NIA તપાસ માટે પહોંચી ગઇ છે.


શું છે મામલો - 
મહારાષ્ટ્રના અમરાવતીમાં ગયા અઠવાડિયે 22 જૂને એક વેપારીની હત્યાને લઇને ચર્ચા તેજ થઇ ગઇ છે. જીવ ગુમાવનારા શખ્સની ઉંમર 50 વર્ષ હતી, અને તે મેડિકલ વસ્તુઓનો (Medical Devices) વેપાર કરતો હતો, પોલીસ અનુસાર શખ્સનુ નામ ઉમેશ કોલ્હે (Umesh Kolhe) છે. હુમલાખોરોએ કોલ્હે પર હુમલો કરીને તેનુ ગળુ કાપી નાંખ્યુ હતુ. 


આ પણ વાંચો........ 


Health: મખાના ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણી તમે પણ ચોંકી જશો


Rishabh Pant Record: ઋષભ પંતે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ટીમ ઇન્ડિયા તરફથી આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો


India Corona Cases Today: દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ


રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ


Gujarat Rain: વરસાદી પાણીમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ


Russia Ukraine War: રશિયાના સતત હુમલાથી યુક્રેન થયું લોહિલુહાણ, અમેરિકા આપશે 820 મિલિયન ડોલરના હથિયાર