ટ્રિબ્યૂનલે કહ્યું કે, ટ્રસ્ટ તરફથી એવું કોઇ કામ કરવામાં આવ્યુ નથી જે આ ચેરિટેબલ કેટેગરીમાં આવે છે કારણ કે એજેએલને હસ્તગત કરવાનો હેતું પૂરો થઇ શક્યો નથી. એજેએલને વરિષ્ઠ કોગ્રેસ નેતા નિયંત્રિત કરે છે જેમાં ગાંધી પરિવાર સામેલ છે. આ જૂથ નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર ચલાવે છે.
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ઇડીએ એજેએલ, વરિષ્ઠ કોગ્રેસ નેતા મોતીલાલ વોરા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા વિરુદ્ધ મની લોન્ડ્રરિંગ મામલાની તપાસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. પીએમએલએ હેઠળ તપાસમાં જાણવા મળ્યું છે કે હરિયાણાના પંચકૂલામાં એક પ્લોટની એજેએલને વર્ષ 1982માં ફાળવણી કરી હતી પરંતુ તેને એસ્ટેટ અધિકારી એચયૂડીએને 30 ઓક્ટોબર 1992ને પાછી લઇ લીધો હતો. કારણ કે એજેએલને ફાળવણીની શરતોનું પાલન કરવામાં આવ્યું નથી. ઇડીએ સીબીઆઇની એફઆઇઆરના આધાર પર 2016માં પીએમએલએ ફરિયાદ દાખલ કરી હતી.