Independence Day 2022: ભારતના લોકો આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવણી કરવા માટે તૈયાર છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ અત્યારે દેશના દરેક ઘર, ઓફિસ, સરકારી ઈમારતો સહિતની જગ્યાઓએ તિરંગો ધ્વજ ફરકાવામાં આવી રહ્યો છે. ત્યારે વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રીજ ઉપર પણ તિરંગો ધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી એટલા માટે પણ મહત્વની હતી કે, 13 ઓગષ્ટના દિવસે વિશ્વના સૌથી ઉંચા ચિનાબ રેલવે બ્રીજની ગોલ્ડ જોઈન્ટની કામગીરી પુર્ણ કરવામાં આવી હતી. 


બ્રીજના બંને છેડાને જોડવાની કામગીરી પૂર્ણઃ


ચિનાબ રેલવે બ્રીજ દુનિયાનો કમાન આધારીત સૌથી ઉંચો રેલવે બ્રીજ છે. આ બ્રીજની કામગીરી હાલ પુર્ણતાના આરે પહોંચી ગઈ છે. 13 ઓગષ્ટના દિવસે આ બ્રીજના બંને છેડાને જોડવાની કામગીરી (Golden Joint work) પણ પુર્ણ કરી લેવામાં આવી છે. આ કામગીરી પુર્ણ થતાં રેલવે બ્રીજ બનાવી રહેલા એન્જીનિયરો અને કામદારોએ ખાસ ઉજવણી પણ કરી હતી. આ દરમિયાન બ્રીજ ઉપર તિરંગો ધ્વજ પણ ફરકાવાયો હતો. 






ચિનાબ નદીથી  359 મીટર ઉંચે છે રેલવે બ્રીજઃ


ઉલ્લેખનીય છે કે, ચિનાબ રેલવે બ્રીજ ઉધમપુર - શ્રીનગર - બારામુલા રેલ લિંક પ્રોજેક્ટ હેઠળ બનાવામાં આવી રહ્યો છે. આ બ્રીજ કમાન આધારીત છે અને બ્રીજની લંબાઈ 1315 મીટર છે. આ બ્રીજને એન્જીનિયરિંગનો શ્રેષ્ઠ નમૂનો ગણવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, રેલવે બ્રીજ ચિનાબ નદીથી 359 મીટર ઉંચે બાંધવામાં આવ્યો છે. હાલ આ બ્રીજની કામગીરી પુર્ણતાના આરે પહોંચી છે અને બ્રીજના બંને છેડાને જોડવાની કામગીરી હાલ પુર્ણ કરી લેવામાં આવી છે. 


આ પણ વાંચોઃ


Indepandance Day 2022: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ CM ભુપેન્દ્ર પટેલે કર્યું સંબોધન, જાણો શું કહ્યું


Independence Day 2022 : વડાપ્રધાન મોદી સતત નવમી વખત સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરશે, PMના સંબોધન પર દેશની નજર