Indian Navy : ભારતીય નૌસેનાએ 10+2 (બી.ટેક) કેડેટ પ્રેવશ યોજના અંતર્ગત ચાર વર્ષીય બીટેક ડિગ્રી પાઢ્યક્રમ માટે યોગ્ય અવિવાહિત પુરુષ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી છે. પસંદગી થનારા ઉમેદવારોને કેડેટ તરીકે તૈયાર કરવામાં આવશે, અને પાઠ્યક્રમ પુરા કર્યા બાદ ઉમેદવારોને સ્થાયી કમીશન માટે અધિકારી તરીકે ભરતી કરવામાં આવશે.
ઇચ્છુક ઉમેદવાર 18 ઓગસ્ટ, 2022 થી અધિકારીક વેબસાઇટ joinindiannavy.gov.in પર બીટેક કોર્સ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. પાઠ્યક્રમ માટે અરજી કરવાની અંતિમ તારીખ 28 ઓગસ્ટ, 2022 છે. ઉમેદવારોને 2 બ્રાન્ચો - એક્ઝિક્યૂટિવી એન્ડ ટેકનિકલ બ્રાન્ચ અને એજ્યૂકેશન બ્રાન્ચ અંતર્ગત ડિગ્રી માટે નામાંકિત કરવામાં આવશે.
પાઠ્યક્રમ માટે ઉમેદવારોને ભારતીય નૌસેના એકેડેમી એજીમાલા, કેરળમાં સામેલ થવુ પડસે. પુસ્તકો અને પઠન સામગ્રી સહિત પ્રશિક્ષણનો પુરેપુરો ખર્ચ ભારતીય નૌસેના દ્વારા ઉઠાવવામાં આવશે. ભરતી અભિયાનના ઉદેશ્ય કુલ 36 જગ્યાઓને ભરવાની છે. જેમાંથી 31 એક્ઝિક્યૂટિવ એ્ડ ટેકનિકલ બ્રાન્ચ માટે છે, અને 5 એજ્યૂકેશન બ્રાન્ચ માટે છે. ઉમેદવાર કોઇ એક કે બન્ને બ્રાન્ચો માટે અરજી કરી શકે છે.
શૈક્ષણિત યોગ્યતા -
ઉમેદવાર જેમને કોઇપણ બોર્ડમાથી સીનિયર સેકન્ડરી પરીક્ષા (10+2) પેટર્ન કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરી છે, ભૌતિકી, રસાયણ વિજ્ઞાન અને ગણિત (પીસીએમઃ)માં કમ સે કમ 70% કુલ માર્ક્સની સાથે અને કમ સે કમ 50% માર્ક્સની સાથે અંગ્રેજીમાં (10મું કે 12મું) અરજી કરવા પાત્ર છે.
ઉમેદવાર જે બીઇ/બીટેક પરીક્ષા માટે જેઇઇ મેન 2022 માટે ઉપસ્થિત થયા છે. તે પાઠ્યક્રમ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોને જેઇઇ (મેન) ઓલ ઇન્ડિયા કૉમન રેન્ક લિસ્ટ (સીઆરએલ) -2022 ના આધાર પર એસએસબી માટે શૉર્ટલિસ્ટિંગ અરજી માટે નિર્ધારિત કટ ઓફના આધાર શૉર્ટલિસ્ટ કરવામાં આવશે. ઉમેદવારોની યાદીના આધાર પર ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
આ પણ વાંચો......
Ukai Dam : ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પર, ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી
Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ
Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?
India-China: 'અમે ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવા દીધુ નથી', સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન
Independence Day 2022: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જેણે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો