નવી દિલ્લી: રક્ષામંત્રી મનોહર પર્રિકરના અમેરિકાના પ્રવાસ દરમ્યાન મહત્વનો કરાર થયો છે. આ કરાર બાદ ભારત, દુનિયાના કોઈપણ અમેરિકાના એરબેસનો ઉપયોગ કરી શકશે. આ સાથે ભારતીય મિલિટ્રી એરબેસ પર અમેરિકી વિમાન પણ ઉતરી શકશે.
ભારત અને અમેરિકાએ એકબીજા સાથે આ મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા જે બંને દેશોને સંરક્ષણ ક્ષેત્રે સબંધો મજબૂત કરશે. તેમજ બંને સેના આપત્તિના સમય પર એકબીજાના અડ્ડનો ઉપયોગ પણ કરી શકશે.
આ કરાર પર હસ્તાક્ષર કર્યાનું સ્વાગત કરતા બંને દેશોના રક્ષામંત્રી મનોહર પર્રિકર અને એશ્ટન કાર્ટરે કહ્યું આ કરારથી વ્યવહારિક સંપર્ક અને આદાન પ્રદાન માટે શ્રેષ્ઠ અવસર પ્રાપ્ત થશે. કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ નિવેદનમાં કહ્યું કે તેમની આ વ્યવસ્થા રક્ષા તેમજ વ્યાપારમાં આધુનિક અવસર પ્રદાન કરશે.
રક્ષામંત્રી મનોહર પર્રિકર અને તેમના અમેરિકી સમકક્ષ એશ્ટન કાર્ટરે કહ્યું કે આ રક્ષા કરાર સૈન્યના માત્ર અડ્ડા સ્થાપિત કરવા માટે નથી. બંને રક્ષામંત્રીઓ એક્સચેંજ મેમોરેંડમ ઓફ એગ્રીમેંટ પર જણાવી રહ્યા હતા. બંને દેશો વચ્ચે એક દશકથી પણ વધારે સમય ચર્ચા ચાલ્યા બાદ આ કરાર કરવામાં આવ્યો હતો.
પેંટાગોનમા બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ. ત્યારબાદ સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં પર્રિકરે કહ્યું કે આ કરારમાં ભોજન,પાણી,ધર,પરિવહન,પેટ્રોલ,તેલ.કપડા,ચિકિત્સા સેવાઓ તેમજ પ્રશિક્ષણ સેવાઓ સામેલ છે.રક્ષામંત્રી પર્રિકરે કહ્યું આ બંને દેશો માટે મદદગાર સાબિત થશે.