કોરોના વાયરસ ચાર સ્ટેજમાં ફેલાય છે
- Stage 1: આવું ત્યારે થાય છે જ્યારે કેસ પ્રભાવિત દેશમાંથી આવે છે. એટલે કે માત્ર વિદેશ યાત્રા કરીને આવનારા લોકોમાં ટેસ્ટ પોઝિટિવ મળી આવે છે.
- Stage 2: જ્યારે સંક્રમિત વ્યક્તિઓમાંથી સ્નાથીક લોકોમાં વાયરસ ફેલાવા લાગે છે ત્યારે તે સ્ટેજ 2 અંતર્ગત આવે છે. જેમ કે કોઈ વિદેશ યાત્રા કરીને આવેલ વ્યક્તિના સંબંધી કે પરિચિત. ભારત હાલમાં આ સ્ટેજમાં છે. આ સ્ટેજમાં ઓછો લોકો પ્રભાવિત થાય છે. કારણ કે વાયરસનો સ્ત્રોત ખબર હોય છે અને ચેનને ટ્રેસ કરવાનું સરળ રહે છે. કોમ્યુનિટી ટ્રાન્સમિશન બાદ તેની ઓળખ કરવી મુશ્કેલ થઈ જાય છે.
- Stage 3: આ વાયરસના ત્રીજા સ્ટેજમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે. તેનાથી કોઈપણ દેશમાં ખૂબ જ મોટું ક્ષેત્ર પ્રભાવિત થાય છે. સ્ટેજ 3માં બીમારી દેશા અંદર સંક્રમિત લોકોમાંથી અન્ય લોકોમાં ફેલાવા લાગે છે. આ સ્થિતિમાં પોઝિટિવ મળી આવેલ લોકો એ નથી જાણતા હોતા કે તેમને વાયરસનો ચેપ ક્યાંથી લાગ્યો છે. ઇટલી અને સ્પેન હાલમાં આ સ્ટેજ પર છે.
- Stage 4: ચીન હાલમાં આ બીમારના ચોથા સ્ટેજમાં છે. આ સ્ટેજમાં બીમારી મહામારીનું રૂપ લઈ લે છે અને એ ખબર નથી હોતી કે તેનો ખાત્મો ક્યારે થશે.
આઈસીએમઆરના ડાયરેક્ટર બલરામ ભાર્ગવે કહ્યું કે, ‘અમે પહેલેથી જ જાણીએ છીએ કે ભારત સ્ટેજ 2માં છે. ભારત સ્ટેજ 3માં નથી. ત્રીજો તબકક્કો કોમ્યુનિટી ટ્રન્સમિશનનો છે, જે અમને આશા છે કે દેશમાં નહીં થાય.’
બલરામ ભાર્ગવે કહ્યું કે, ‘આ એ વાત પર આધાર રાખે છે કે આપણે આપણી આંતરરાષ્ટ્રીય સરહદોને કેટલીક મજબૂતીથી બંધ કરીએ છીએ, જેમાં સરકારે ખૂબ જ સક્રિય પગલા લીધા છે. પરંતુ અમે એ ન કહી શકીએ કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન નહીં થાય.’
નોંધનયી છે કે, ભારતમાં જીવલેણ કોરોના વાયરસે વધારે તીવ્ર રૂપ ધારણ કરી લીધુ છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને હવે 147 એ પહોંચી ગઇ છે, અને ત્રણ લોકોના કોરોના વાયરસના કારણે મોત પણ થઇ ચૂક્યા છે. આ કારણે હવે સરકાર ચિંતામાં મુકાઇ છે.