ગુવાહાટી: અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે બીએસએફને કહ્યું હતું કે, ભારત-બાંગ્લાદેશ સીમાને યુદ્ધસ્તર પર સીલ કરવાનું કામ શરૂ કરવામાં આવે.
બીએસએફની ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા સોનોવાલે સીમા પ્રહરિઓને કહ્યું હતું કે, પડોશી દેશની સાથે સુરક્ષિત અને મજબૂત સીમા માટે વાડ લગાવવાનું કામ શરૂ કરવામાં આવે. આ બેઠકમાં બીએસએફના મહાનિર્દેશક કેકે શર્મા પણ હાજર હતા. અસમના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલ એક પ્રકાશનના મતે, સોનોવાલે બીએસએફને કહ્યું હતું કે, ભારત-બાંગ્લાદેશ સીમાને સુરક્ષિત બનાવવા માટે લેજર વૉલ જેવું ‘સ્માર્ટ ટેકનિકલ ઉપકરણ’ અને દેખરેખ ગેજેટનો ઉપયોગ કરે, જેથી દરેક સમયે સીમા ઉપર નજર રાખી શકાય. મુખ્યમંત્રી એ બીએસએફને વધુમાં કહ્યું હતું કે, સીમાની સુરક્ષા શરૂ કરવામાં આવનાર તમામ મુશ્કેલીઓને દૂર કરે.
સોનોવાલે વધુમાં કહ્યું હતુ કે, વાડ લગાવવામાં નદીના વિસ્તારનો પણ સમાવેશ થાય છે. જેથી સીમા સુરક્ષિત કરવાની આપણી ઈચ્છાને આપણે દ્દઢતાથી લાગૂ કરી શકીએ. સોનોવાલે કહ્યું, સીમામાં તસ્કરી અને ઘૂસણખોરીને ખતમ કરવા માટે બાંગ્લાદેશની સાથે જોડાયેલી અતંરરાષ્ટ્રીય સીમાને સીલ કરવાના સંકલ્પનો એક ભાગ છે. બીએસએફે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ધૂબરીમાં 42 કિલોમીટર લાંબો ભાગ પડકારોથી ભરેલો છે. જેના પર તેમને સીમાને સીલ કરવામાં રાજ્ય સરકાર તરફથી દરેક સહયોગ આપવાનું આશ્વાસન મળ્યું છે.