નવી દિલ્હીઃ ભારત સરકારે એન-95 માસ્કના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વાસ્તવમાં ભારે ડિમાન્ડથી એન-95ના ભારે નિકાસના કારણે દેશમાં અછત વર્તાઇ રહી હતી. એન-95 માસ્કને કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે કારગર માનવામાં આવે છે. સરકારે આ પગલું એટલા માટે ઉઠાવ્યું છે કારણ કે કોરોના વાયરસથી બચવા માટે એન-95 માસ્ક મદદગાર સાબિત થઇ શકે છે. આવા ઉત્પાદનોની  માંગમાં તેજી આવી શકે છે. કોરોના વાયરસના પ્રકોપથી ચીનમાં લગભગ 200થી વધુ લોકોના મોત થયા છે. કોરોના વાયરસની અસર લોકોની સંખ્યા 10 હજારથી વધી ગઇ છે.

ડીજીએફટીએ એક નિવેદનમાં કહ્યુ કે, કાપડ અને માસ્ક સહિત વ્યક્તિગત સુરક્ષા સાધનોના તમામ પ્રકારના નિકાસ જેનાથી હવાથી પેદા થનારા કણોથી બચાવ કરી શકાય છે એ આગામી આદેશ સુધી તેના નિકાસ પર રોક લગાવવામાં આવે છે. જેમાં એન-95 માસ્ક પણ સામેલ છે.

એર ઇન્ડિયાના પ્લેને શુક્રવારે દિલ્હીથી ચીનના વુહાન માટે ઉડાણ ભરી હતી. એર ઇન્ડિયા વુહાનમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પાછા લાવશે.