બીજિંગઃ ચીનના વિદેશ મંત્રાલયે શુક્રવારે દાવો કર્યો છે કે ગલવાન ખીણ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ના ચીની બાજુ છે. આ દાવાથી એક દિવસ પહેલા જ ભારતે ગલવાન ખીણ પર ચીની સેનાની સંપ્રભુતાના દાવાને ફગાવી દીધો હતો અને બીજિંગથી પોતાની ગતિવિધિઓ એલએસીના બીજા ભાગ સુધી જ મર્યાદિત રાખવા કહ્યું હતું.


ગલવાન ખીણ પર ચીની સંપ્રભુતાના દાવાને ભારત પહેલા જ ફગાવી ચૂક્યું છે. ભારતનું કહેવું છે કે, આ પ્રકારના ‘વધારીને’કરવામાં આવેલ દાવો છ જૂનના રોજ ઉચ્ચ સ્તરીય સૈન્ય વાતચીતમાં બનેલ સહમતિ વિરૂદ્ધ છે.

પ્રેસ કોન્ફરન્સ સાથે વાતચીત દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાનને 15 જૂને પૂર્વ લદ્દાખમાં હિંસક અથડામણ માટે ફરી એક વખત ભારતને દોષિત ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘ગલવાન ખીણ વાસ્તવિક નિયંત્રણ રેખાના ચીનના ભાગમાં આવે છે. ઘણાં વર્ષોથી અહીં ચીની સુરક્ષા ગાર્ડ અહીં પોતાની ડ્યૂટી કરી રહ્યા છે.’

ચીનના વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર એક પ્રેસ નોટમાં ઝાઓએ કહ્યું કે, ‘ક્ષેત્રમાં સ્થિતિનો સામો કરવા માટે કમાન્ડર સ્તરની બીજી બેઠકથી ટૂંકમાં થવી જોઈએ.’ તેમણે કહ્યું કે, બન્ને પક્ષ રાજનાયિક અને સૈન્ય દ્વારા તણાવ ઓછો કરવા માટે વાતચીત કરી રહ્યા છે.

તમને જણાવીએ કે, ચીનની સૈનિકો સાથે અથડામણ દરમિયાન એક કમાન્ડર સહિંત ભારતના 20 સૈન્યકર્મી શહીદ થયા છે, જ્યારે 70થી વધારે જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનોનું સેનાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શુક્રવારે સર્વપક્ષીય બેઠક દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી નેતાઓના સવાલના જવાબ આપતા સ્પષ્ટ કહ્યું કે, આપણી સરહદામાં કોઈ ઘુસી આવ્યું નથી, ન તો આપણી કોઈ પોસ્ટ કોઈ અન્યના કબ્જામાં છે.