લદ્દાખઃ ભારતીય સૈનિક હવે ફિંગર 4 પર પહોંચી ગયા છે. થોડા દિવસો પહેલા ભારતીય સેનાએ કહ્યું હતું કે, પૌંગોંગે-ત્સો લેકના ઉત્તરમાં સૈનિકોની તૈનાનીને રિ-એડજસ્ટ કરવામાં આવી છે. સૂત્રો મુજબ, ભારતીય સેનાએ પૈંગોંગે-ત્સો-લેકના દક્ષિણમાં ચાર શિખો પર અધિકાર જમાવીને કેંપની આસપાસ કાંટાળા તાર લગાવી દીધા છે.


દરમિયાન 15 જૂનના રોજ ગલવાનમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલ ઘર્ષણનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. 3 મિનિટ 25 સેકન્ડના આ વીડિયોમાં ભારત અને ચીનના સૈનિકો ડંડાથી એકબીજા પર પ્રહાર કરતા નજરે પડે છે. આ ઘર્ષણ દરમિયાન કેટલાક સૈનિકો પાણીમાં પડી ગયા હતાં. ગલવાનમાં થયેલ ઘર્ષણમાં 20 ભારતીય જવાન શહિદ થયા હતાં.

હાલ રેઝાંગ લા વિસ્તારમાં ભારત-ચીનના સૈનિકો સામ સામે આવી ગયા છે. આ વિસ્તારમાં બંને દેશના સૈનિકો વચ્ચે માંડ 200 મીટરનું અંતર છે. સામાન્ય રીતે એલઓસી પર સૈનિકો આટલા નજીક હોતા નથી.

ચીન ગમે તેમ કરીને ભારતીય સેનાને વ્યસ્ત રાખવા માંગે છે. ભારત વ્યસ્ત રહે તો સ્થિતિનો લાભ લઈને ચીન કોઈપણ સ્થળે મોટા પાયે ઘૂસણખોરી કરી શકે છે. ચીને સરહદે વધારે સૈન્ય અને સરંજામ ગોઠવી દીધા છે.