અંબાલાઃ ભારતીય વાયુ સેના આજે અંબાલા એરફોર્સ સ્ટેશનમાં વિધિવત રીતે રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનામાં સામેલ કરશે. આ વિમાન વાયુસેનાના 17મા સ્ક્વાડ્રન, “ગોલ્ડન એરો”નો ભાગ હશે. પાંચ રાફેલ વિમાનોનો પ્રથમ જથ્થો 27 જુલાઈના રોજ ફ્રાન્સથી અંબાલાના એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેંસ પાર્લી આ અવસર પર આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે.

જનરલ બિપિન રાવત, વાયુ સેના પ્રમુખ સહિત આ મહેમાન કાર્યક્રમમાં સામેલ થશે

સીએસડી જનરલ બિપિન રાવત, વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શન આર કે એસ ભદૌરિયા, રક્ષા સચિવ ડો. અજય કુમાર, રક્ષા વિભાગના સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષ ડો. જી સતીશ રેડ્ડીની સાથે રક્ષા મંત્રાલય અને સશસ્ત્ર દળના અનેક વરિષ્ઠ અધિકારી ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં નોંધાનાર આ મોટી ઘટનાના સમયે હાજર રહેશે.

આ અવસર પર ફ્રાન્સના પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ ભારતમાં ફારન્સના રાજદૂત એમૈનુએલ લેનિન, વાયુ સેના પ્રમુખ એરિક ઓટેલેટ, ફ્રાન્સીસી વાયુ સેનાના નાયબ પ્રમુખ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.

ફ્રાસના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લીને આપવામાં આવશે સલામી

દસોલ્ટ એવિએશના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી એરીક ટ્રેપીયર અને એમબીડીએના મુખ્ય કાર્યકારી અધિકારી એરિક બેરાંગર સહિત ફ્રાન્સના રક્ષા ઉદ્યોગના અનેક અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ પણ આ આયોજનના અવસર પર હાજર રહેશે. ફ્રાસના રક્ષામંત્રી ફ્લોરેન્સ પ્રલીને દિલ્હીના આગમન પર સન્માન રૂપે સલામી આપવામાં આવશે.

5 રાફેલમાં 3 સિંગલ અને 2 ડબલ સીટર જેટ સામેલ છે. રાફેલનો પહેલો સ્કવોડ્રન અંબાલા એરબેઝથી સંચાલિત થશે. અહીંથી પાકિસ્તાન અને ચીન પર સરળતાથી હુમલો કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે એવિયોનિક્સ, રડાર અને હથિયાર પ્રણાલીની સાથે રાફેલ દક્ષિણ એશિયામાં સૌથી શક્તિશાળી વિમાન છે. આ લડાકૂ વિમાન પહેલાં જ લદ્દાખ અને હિમાચલની પહાડી વિસ્તારોમાં ઉડાન ભરી ચૂક્યા છે.