Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 44માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 147માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.  


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 10,488 નવા કેસ નોંધાયા છે અને 313 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12,329 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,22,714 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે.  દેશમાં 10,302 નવા કેસ નોંધાયા હતા અને 267 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.


દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું


દેશમાં અત્યાર સુધીમાં 116,50,55,210 લોકોનું રસીકરણ થયું છે.  


કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,16,49,378 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 10,74,099 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.






ભારતમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 10 હજાર 413

  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 22 હજાર 037

  • એક્ટિવ કેસઃ 1 લાખ 22 હજાર 714

  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 65 હજાર 662       


આ પણ વાંચોઃ Rajasthan Cabinet Reshuffle: ગેહલોત સરકારના ત્રણ વર્ષ પૂરા થવા પહેલાં આજે કેબિનેટનું થશે પુનર્ગઠન, પાયલય જૂથના  5 ધારાસભ્યો સહિત 15 મંત્રી લેશે શપથ


પરીક્ષામાં ચોરીની આ રીત જોઈ તમે પણ હેરાન રહી જશો, કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં ઉમેદવાર પાસેથી મળ્યું સિમ-બેટરીવાળું ફેસ માસ્ક