India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.નવા કેસ નોંધાયા છે અને 285 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,895 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,12,740 પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 21 ટકા વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે 1.30 લાખ કેસ નોંધાયા હતા.ઓમિક્રોનના કુલ કેસ 3071 થઈ ગયા છે.
- એક્ટિવ કેસઃ 472169
- કુલ ડિસ્ચાર્જઃ 3,44,12,740
- કુલ મૃત્યુઆંકઃ4,83,463
- કુલ રસીકરણઃ 150,61,92,903
વિદેશથી ભારત આવતાં પ્રવાસીઓએ શું કરવું પડશે
દેશમાં કોવિડ અને ઓમિક્રોન કેસો સતત વધતા જતા હોવાથી કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રિય પ્રવાસીઓ તેમજ ઓમિક્રોનના હળવા લક્ષણો તથા લક્ષણો વિનાના દર્દીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા મુજબ ભારતમાં આજથી જ તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ ફરજિયાત સાત દિવસ હોમ ક્વોરેન્ટાઇન થવું પડશે. ત્યાર પછી આઠમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. નવા સરકારી સરકયુલરમાં જણાવાયું છે કે આ ઉપરાંત કેટલીક માનક સંચાલન પ્રક્રિયા ૧૧મી જાન્યુઆરી ૨૦૨૨ થી અમલી થશે. જે હવે પછીના આદેશો સુધી ચાલુ રખાશે. નવા નિયમો પ્રમાણે ભારત આવવા માગતા લોકોએ ઑનલાઇન એર સુવિધા પોર્ટલ ઉપર સેલ્ફ-ડેકલેરેશન ફોર્મમાં એક સંપૂર્ણ તથા વિવરણાત્મક માહિતી આપવી પડશે. તેણે યાત્રા શરૂ કરતાં પહેલાં ૭૨ કલાકમાં કરવામાં આવેલા કોવિડ-૧૯ આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ પણ અપલોડ કરવો પડશે. અન્ય વિવરણો ઉપરાંત, જે યાત્રિકોને આગમન પર ટેસ્ટ કરવાની જરૂર હોય તેમણે એર-સુવિધા પોર્ટલ ઉપર ઓનલાઇન ટેસ્ટ પ્રી બુકીંગ કરાવવું પડશે.