આરોગ્ય મંત્રલાય મંગળવારે 4 વાગ્યે પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 773 કેસ સામે આવ્યા છે. અને 32 લોકોના મોત થયા છે. ઈસીએમઆરના અધિકારીએ જણાવ્યું કે, કોરોના વાયરસ ટેસ્ટ અત્યાર સુધી કુલ 1 લાખ 21 હજાર 217 લોકો પર કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધી કોરોના સંક્રમિત કેસ સામે આવ્યા છે. અહીં પીડિતોની સંખ્યા 1,078 પર પહોંચી ગઇ છે. જેમાંથી 79 લોકો સાજા થયા છે. જ્યારે 64 લોકોના મોત થઇ ચૂક્યા છે.