નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત- અમેરિકા બિઝનેસ કાઉન્સિલના ઈન્ડિયા આઈડિયા સમિટને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેઓએ કહ્યું કે, આપણે વધાએ એકજૂટ થઈને બહેતર ભવિષ્ય આપવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે, યૂએસઆઈબીસીના કારણે ભારતીય તથા અમેરિકી બિઝનેસમેન નજીક આવ્યા. આ સમ્મેલન બહેતર ભવિષ્યનું નિર્માણ કરશે.

યૂએસ- ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC) દ્વારા આયોજિત ઈન્ડિયા આઈડિયાઝ શિખર સમ્મેલનમાં પીએમ મોદીએ ભારતને અવસરોનો દેશ ગણાવતા કહ્યું કે, ભારત આપને રક્ષા અને અંતરિક્માં રોકાણ કરવા માટે આમંત્રણ કરે છે. અમે ડિફેન્સ ક્ષેત્રમાં રોકાણ માટે એફડીઆઈ કેપને 74 ટકા સુધી વધારી રહ્યાં છે.

પીએમ મોદીએ કહ્યું કે, વિમાન, વીમા, રક્ષા ક્ષેત્રમાં રોકાણ માટે ઘણી તકો છે. અમે રક્ષા, વીમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ મર્યાદાને વધારી છે. ભારત રોકાણકારોને બિઝનેસ કરવા માટે આમંત્રણ આપે છે. દેશમાં ઉર્જા, કૃષિ, તકનીકી ક્ષેત્ર, પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિભિન્ન ક્ષેત્રોમાં રોકાણ માટે ઉત્તમ અવસર છે.

પીએમ મોદીએ કહ્યું કે, અમે 6 વર્ષ માટે આર્થિક સુધારાને આગળ વધાર્યો છે. દુનિયાને બહેતર ભવિષ્યની જરૂર છે, વૃદ્ધિના એન્જડામાં ગરીબોનું ધ્યાન રાખવું પડશે.

કોરોના કાળ દરમિયાન ભારતે 20 અરબ ડોલરને પ્રત્યક્ષ વિદેશી રોકાણને આકર્ષિત કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત-અમેરિકા સ્વભાવિક સહયોગી છે. અમે આગળ પણ આ સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જશું.

આ પહેલા અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું હતું કે, અમે પીએમ મોદીને આગામી G7 શિખર સમ્મેલનમાં આમંત્રણ આપ્યું છે, જ્યાં અમે આંતરરાષ્ટ્રીય સમૃદ્ધિ નેટવર્કને આગળ વધારીશું.