નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરહદ પર એક બાજુ તણાવ છે અને બીજી તરફ ચીન સાથે વેપાર ઝડપથી વધી રહ્યો છે. વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની ચીનથી આયાતમાં 27 ટકા વધારો થયો છે.


અનેક ટ્વિટર અને ફેસબુક યૂઝરે આ મેસેજ શેર કર્યો છે. એક તરફ સરહદ પર ચીનને લાલ આંખ બતાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ડ્રેગનને વેપાર કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધી ચીનથી થતી આયાતમાં 27 ટકાનો વધારો થયો છે.

આ વાયરલ દાવાને ખોટો ગણાવાતાં પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું કે, દાવો ફેક છે. સચ્ચાઈ છે કે એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે ભારતની ચીનથી આયાત 27.36 ટકા ઘટી છે.



પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારીને ફેલાતી રોકવાનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલ કોઈપણ પણ સમાચાર સાચા છે કે ખોટા એ જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.

રાજકોટઃ વિધવા યુવતી સાથે સગા ભાઈએ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, 16 વર્ષ સુધી કર્યો બળાત્કાર, સાસરીમાં જઈને પણ હવસ સંતોષતો....

સુરતઃ ભાઈના ભાગીદારે યુવતી સાથે બાંધ્યા શારીરિક, મિત્રને પણ યુવતીના ઘરે લઈ ગયો, મિત્રને છોડીને નિકળી ગયો ને...

ભાજપના આ દિગ્ગજ નેતાએ વોટ્સએપ ગ્રુપમાં મોકલી અશ્લીલ સેક્સ ક્લિપ, જાણો કોણ છે આ નેતા ?