ભુવનેશ્વર: ભારતે ઓડિશાના દરિયાકાંઠે બે પૃથ્વી બેલેસ્ટિક મિસાઇલોનું સફળતાપૂર્વક રાત્રી પરિક્ષણ કર્યું છે. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા 300 કિલોમીટર અંતર સુધી દુશ્મનને માર કરનારી બે મિસાઇલોનું પરીક્ષણ કરવામા આવ્યું હતું.

આ પહેલા ભારતે બે હજાર કિલોમીટરની મારક ક્ષમતવાળી અગ્નિ-2 બેલેસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યં હતું. આ મિસાઇલ એ સપાટીથી સપાટી પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે અને તે મધ્યમ શ્રેણીની પરમાણુ સક્ષમ મિસાઇલ છે.


ગત વર્ષે પરમાણુ હથિયાર વહન કરવાવાળી સ્વદેશી મિસાઈલ પૃથ્વી-2 મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. જે 350 કિલોમીટરના અંતર સુધી માર કરવામાં સક્ષમ છે.
પૃથ્વી -2 મિસાઇલ 500-1000 કિગ્રા સુધીના હેરહેડ્સ વહન કરવામાં સંપૂર્ણ સક્ષમ છે અને તે બે એન્જિન પ્રવાહી બળતણ પર ચાલે છે. ભારતે ઓડિશા દરિયાકાંઠે પરમાણુ હથિયાર વહન કરવામાં સક્ષમ અગ્નિ -1 બેલિસ્ટિક મિસાઇલનું પણ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલની ફાયરપાવર 700 કિ.મી.થી વધુની હતી.