નવી દિલ્હીઃ ભારતીય વૈજ્ઞાનિકોના એન્ટી સેટેલાઇટ મિસાઇલ લોન્ચિંગની જાણકારી બુધવારે વડાપ્રધાન મોદીને દુનિયાને આપી હતી. ફક્ત ત્રણ મિનિટમા સેટેલાઇટને તોડી પાડવાના આ મિશનને સિક્રેટ રાખવામાં આવ્યું હતું. ફક્ત પાંચથી છ લોકોને જ આ મિશનની જાણકારી હતી. ટેકનિકલ રીતે ખૂબ જટિલ આ મિશનને લઇને સરકારને ગુપ્તતા જાળવી હતી.

ડીઆરડીઓના વૈજ્ઞાનિક સતીશ રેડ્ડીએ કહ્યું કે આ પ્રોજક્ટ પર લગભગ છ મહિનાથી 300 વૈજ્ઞાનિક અને સ્ટાફ દિવસ રાત કામ કરી રહ્યા હતા. અહીં મંગળવારે  સાંજ સુધીમાં પાંચથી છ લોકો સિવાય મિસાઇલ લોન્ચિંગની ટાઇમિંગને લઇને કોઇને જાણકારી નહોતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મે, 1998માં અટલ બિહારી વાજપેઇ સરકારમાં આ પ્રકારે ગુપ્તતા  જાળવીને પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

લો અર્થ ઓર્બિટ શું હોય છે? જ્યાં ભારતે બતાવી દુનિયાને શક્તિ

ડીઆરડીઓના વૈજ્ઞાનિક સતીશ રેડ્ડીએ જણાવ્યું કે, સામાન્ય રીતે અમને એક સેટેલાઇટની ગતિને જોઇને તેને ઇન્ટરસેપ્ટ કરવા માટે એક સેકન્ડ કરતા ઓછો સમય મળે છે. આ પડકારનો સામનો કરવા માટે ગાઇડેન્સ કંટ્રોલ, મિશન કોમ્પ્યુટર અને સિસ્ટમની જરૂર હોય છે જેને કારણે એક્યૂરેસી અને રિલેટીવ ટાઇમિંગમાં મદદ મળે છે.

DRDOએ જારી કર્યો ‘મિશન શક્તિ’નો વીડિયો, જુઓ કેવી રીતે સેટેલાઈટને કર્યો ટાર્ગેટ

આ મિશનના વખાણ કરતા ડીઆરડીઓના પૂર્વ વડા અવિનાશ ચંદરે કહ્યું કે, આ મિશનથી ડીઆરડીઓને લાંબી  રેન્જની એન્ટી બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને વિસ્તાર મળ્યો છે. સેટેલાઇટ કિલર પ્રોજેક્ટને અગાઉ શરૂ કરાયો હતો. સેટેલાઇટ અલગ છે. જેની વેલોસિટી ખૂબ વધારે છે. સાઇઝ નાની હોય છે અને તમારી પાસે તેનો ડેટા એકઠો કરવા ઓછો સમય હોય છે. એવામાં તમારે સારા બૂસ્ટર વ્હીકલ્સની જરૂર છે. તમામ કામ માટે તમારી પાસે ફક્ત 10થી15 સેકન્ડ હોય છે.