નવી દિલ્હી: પરમાણુ ન્યુકિલિયર સમૂહ (એનએનસી) માં સભ્યતાના લઈને ભારતની દાવેદારીને ચીને વિરોધ કર્યો હોવા છતાં નવી દિલ્હી તેનો બદલો લેવાની ફિરાકમાં નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે શુક્રવારે સ્પષ્ટતા કરી છે કે, મિસાઈસ ટેક્નોલોજી કંટ્રોલ રેશીમમાં સભ્ય બનેલું ભારત ચીનની સાથે તેને કરેલો વ્યવહાર જેવું નહીં કરે.

જો કે, એનએસજી પર વિકાસ સ્વરૂપે ચીનને આડકતરી રીતે કહ્યું હતું કે, માત્ર એક દેશે ભારતનો વિરોધ કર્યા હતો, જ્યારે બાકી દેશો તો માત્ર ‘પ્રક્રિયાગત’ મુદ્દો ઉઠાવી રહ્યા હતા. તેમને વધુમાં કહ્યું હતું કે, ભારત સમયાંતરે ચીનને એ વાત સમજાવતું રહેશે કે, એક બીજાના હિતો, ચિંતાઓ અને પ્રાથમિકતા વિષયે બન્ને દેશોની પરસ્પર સહમતિથી સંબંધો આગળ વધારી શકાય છે.