નવી દિલ્હીઃ લદ્દાખ સરહદ પર ચીન દુશ્મની નીભાવી રહ્યું છે ત્યારે ભારતીય સેનાએ માનવતાનો પરિચય આપ્યો છે. ઉત્તર સિક્કમમાં 17,500 ફૂટની ઊંચાઈ પર પ્લાટેઉના રસ્તે માર્ગ ભટકરી ગયેલા ચીનના નાગરિકો માટે ભારતીય સેનાએ મદદનો હાથ લંબાવ્યો હતો. ત્રણ સપ્ટેમ્બરના રોજ આ ઘટના બની હતી.

ભારતીય સૈનિકોને જાણકારી મળી કે ત્રણ ચાઇનીઝ નાગરિકો અહીં ફસાયા છે તો તેમની મદદ માટે પહોંચી ગઈ હતી. જેમાં બે પુરુષ અને એક મહિલા સામેલ છે. ભારતીય સેનાએ તાત્કાલિક મેડિકલ સહાયતા મોકલી. ઉપરાંત તેમના માટે ઓક્સીજનની વ્યવસ્થા કરી અને જમવાનું તથા ગરમ કપડાં પણ આપ્યા.

ભારતીય સેનાએ તેમને પરત ફરવાનો સાચો માર્ગ પણ જણાવ્યો. ભારતીય સેના તરફથી મળેલી આ સહાય અને વ્યવહાર માટે ચાઇનીઝ નાગરિકોએ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.



રાહુલ ગાંધીનો BJPને ટોણો, કહ્યું- તેઓ Disline, Comment બંધ કરી શકે છે પરંતુ તમારો અવાજ નહીં

ટ્રમ્પે ફરી ભારત-ચીન સરહદ વિવાદ પર મધ્યસ્થતાની કરી ઓફર, કહ્યું- ‘હાલત ખૂબ જ ખરાબ છે’